Western Times News

Gujarati News

યુવતી સાથે દારૂની મહેફિલ માણી રેપ કરનારા બે ઝબ્બે

Files Photo

યુવકો એકલી રહેતી યુવતી સાથે નોકરી કરતા હતા અને સાથે દારૂની મહેફિલ માણી અને બાદમાં દુષ્કર્મ ગુજાર્યું

વડોદરા: વડોદરામાં ગત ૮મી જૂન કબડ્ડી પ્લેયર યુવતી સાથે તેના જ બે મિત્રોએ બળાત્કાર ગુજાર્યો હતો. આ ઘટના બાદ ડઘાઈ ગયેલી યુવતીએ ૧૦મી જૂનના રોજ આપઘાત કરી અને જિંદગી ટૂંકાવી હતી. પોલીસે આ મામલે બળાત્કાર ગુજારનારા આરોપી યુવકો દિશાંત કહાર અને નાઝિમ મીર્ઝાની પોલીસે ધરપકડ કરી પાંચ દિવસના રિમાન્ડ મેળવી કાર્યવાહી હાથ ધરી છે. આ યુવકો એકલી રહેતી યુવતી સાથે નોકરી કરતા હતા અને તેમણે સાથે દારૂની મહેફિલ માણી અને બાદમાં દુષ્કર્મ ગુજાર્યુ હતું. બનાવની વિગતો એવી છે

શહેરના લક્ષ્મીપુરા વિસ્તારમાં પરિવારથી અલગ રહેતી ૧૯ વર્ષીય યુવતીએ ગત સપ્ટેમ્બર ૨૦૨૦થી પરિવારથી જૂદી રહેવાનું શરૂ કર્યુ હતુ. પીડિતા નેશનલ લેવલ પર કબડ્ડી રમી ચુકી છે. પરિવારથી અલગ રહેતી હોવાથી ગુજરાન ચલાવવા તેણીએ એક કોલ સેન્ટરમાં કામ કરવાનુ શરૂ કર્યું હતુ. જ્યાં તેની સાથે કામ કરતા સહકર્મી દિશાંત કહાર અને નાઝિમ મીર્ઝા સાથે તેની મિત્રતા બંધાઇ હતી. બનાવની વિગતો એવી છે કે શહેરના લક્ષ્મીપુરા વિસ્તારમાં પરિવારથી અલગ રહેતી ૧૯ વર્ષીય યુવતીએ ગત સપ્ટેમ્બર ૨૦૨૦થી પરિવારથી જૂદી રહેવાનું શરૂ કર્યુ હતુ.

પીડિતા નેશનલ લેવલ પર કબડ્ડી રમી ચુકી છે. પરિવારથી અલગ રહેતી હોવાથી ગુજરાન ચલાવવા તેણીએ એક કોલ સેન્ટરમાં કામ કરવાનુ શરૂ કર્યું હતુ. જ્યાં તેની સાથે કામ કરતા સહકર્મી દિશાંત કહાર અને નાઝિમ મીર્ઝા સાથે તેની મિત્રતા બંધાઇ હતી. જેથી પોલીસે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરતા પીડીતા સાથે બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાનુ બહાર આવ્યું હતુ. જેથી પોલીસે આ મામલે દિશાંત કહાર અને નાઝિમ મીર્ઝાની ધરપકડ કરી પાંચ દિવસના રિમાન્ડ મેળવી તપાસનો દોર શરૂ કર્યો હતો. પોલીસ આજે લક્ષ્મીપુરા ખાતે તેના નિવાસસ્થાને લઈ જઈ

રિકન્સ્ટ્રકશન કર્યુ હતું. બન્ને નરાધમોએ પીડીતા સાથે દારૂની મહેફીલ માણી બળાત્કાર ગુજાર્યો હતો. ત્યાં પોલીસે આજે બન્નેને સાથે રાખી સમગ્ર ઘટનાનુ રિકન્સટ્રક્શન કર્યું હતુ. જેમાં ફલેટના એક રૂમમાંથી પોલીસને કોલ્ડ ડ્રીંક્સની બોટલ, અને બાઇટીંગ મળી આવ્યું હતુ. જ્યારે બીજા રૂમમાં જ્યાં પીડીતા સાથે બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો, ત્યાં દિશાંત અને નાઝિમની પોલીસે જીણવટભરી પૂછપરછ કરી જરૂરી પુરાવા એકત્ર કર્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.