Western Times News

Gujarati News

યુવરાજ સિંહ વર્ષ 2022થી પિચ પર ફરીથી જોવા મળશે

મુંબઈ, યુવરાજ સિંહ એટલે સિક્સર કિંગ. તે ટીમ ઈન્ડિયાના મોટા મેચ વિનરોમાંથી એક છે. આમ તો યુવરાજ સિંહે ઈન્ટરનેશનલ ક્રિકેટને છોડી દીધું છે. જોકે હવે તેણે પિચ પર ફરીથી ઊતરવાના સંકેત આપ્યા છે. 2011ના વર્લ્ડ કપના હીરો રહેલા યુવરાજ સિંહે સોશિયલ મીડિયા પર પોતાનો એક વીડિયો મૂકીને ફેબ્રુઆરી 2022માં ફરીથી પિચ પર ઊતરવાનો ઈશારો કર્યો છે.

યુવરાજે જે વીડિયો અપલોડ કર્યો છે એ તેણે ઈંગ્લેન્ડની સામે રમેલી 150 રનની ઈનિંગનો છે. બેટિંગ કરતા તેણે આ વીડિયોને તેરી મિટ્ટીના ગીત પર એડિટ કરીને પોસ્ટ કર્યો છે. યુવરાજે સોશિયલે મીડિયા પર પોતાનો આ વીડિયો પોસ્ટ કરતા લખ્યું, તમારું ભાગ્ય ભગવાન નક્કી કરે છે. પબ્લિક ડિમાન્ડ પર હું ફરીથી ફેબ્રુઆરીમાં પિચ પર ઊતરીશ. આ ફિલિંગથી વધુ મારા માટે કંઈ જ નથી. હું એના માટે બધાનો આભારી છું.

યુવરાજ સિંહ ભારત માટે 40 ટેસ્ટ, 304 વનડે અને 58 T20 રમ્યો છે. તેણે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 11000થી વધુ રન બનાવ્યા છે, જેમાં 17 સેન્ચુરી અને 71 હાફ સેન્ચુરી સામેલ છે. જ્યારે યુવરાજ પોતાના ફુલફોર્મમાં હતો તો વિરોધી ટીમ માટે તેને અટકાવવાનું મુશ્કેલ થતું હતું. 11000થી વધુ રન બનાવવા સિવાય તેણે 148 વિકેટ પણ લીધી છે, જેમાં 2 વખત 4 વિકેટ અને 1 વખત 5 વિકેટ લેવાની સિદ્ધિ સામેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.