Western Times News

Gujarati News

યુવાઓને હેકર્સનો નહીં પરિવારજનોનો જ વધુ ડર

પ્રતિકાત્મક

રાજકોટ, કોઈ મોબાઈલ કે સોશિયલ સાઈટ હેક કરે તે ડર કરતા વઘુ ડર યુવતીઓને પરિવારના સભ્યો દ્વારા થતા મોબાઈલ ચેકીંગથી ડર લાગતો હોય છે. મોટાભાગની મહિલાઓને લાગે છે કે પરિવારના સભ્યો તેમના ઓનલાઇન કે સોશિયલ સાઈટ પર બાઝ નજર રાખીને બેઠા છે. નીમી પટેલ મનોવિજ્ઞાન ભવનના વિદ્યાર્થીનીએ ભવન અધ્યક્ષ ડો. યોગેશ જાેગસણના માર્ગદર્શનમાં ૧૦૮૦ યુવાનો અને યુવતીઓ પર સાયબર ક્રાઇમ અને સોશિયલ સાઈટ આધારિત પ્રશ્નો પૂછીને સર્વે કર્યો. સર્વેના આંકડાઓ જણાવે છે કે ઓનલાઇન કે ઓફ લાઈન, સોશિયલ સાઈટ કે સમાજ જીવન બહેનો હજુ બધે અસલામતી અનુભવે છે. એક યુવતીએ વધુમાં જણાવ્યું કે મારાં ભાઈઓ રાત્રે મારો મોબાઈલ ચેક કરવા અર્ધી રાત્રે જાગે છે.

સ્ક્રીનશોટ અથવા તેનાં મોબાઈલમાં ફોટા પાડી ને રાખે છે. આવા અવિશ્વાસથી ઘણી યુવતીઓ ન કરવાનું પછી કરતી હોય છે. અમારાં અંગત જીવનમાં ડોકીયુ કરીને અમને આડે રસ્તે વાળવા મજબુર કરતા હોય એવું લાગે છે. ભાઈઓ એટલે દેવદૂત નથી હોતા એ દરેક ભાઈઓએ સમજવુ જાેઇએ. સાઇબર ક્રાઈમ ચોરી કરવા માટે થાય છે. હવે તમને બધાને ખબર છે કે ચોરી કોણ કરે તો આપડે કહીશું ચોર, તો બસ સાઇબર ક્રાઈમ પણ ચોર ચોરી કરવા માટે કરે છે.

સાઇબર ક્રાઈમ કરવા પાછળ ચોરનું શું કારણ હોય છે તે આપણે નક્કી ના કરી શકીએ તેમ છતાં પણ કદાચ એવું હોય કે કોઈ મજા લેવા માટે કરતા હોય, અમુક એવા હોય કે ચોરી કરીને તેનો ડેટા લીક કરવા માટે બ્લેક મેલ કરે, અમુક એવા હોય છે જે ચોરી કરીને ડેટા વેચીને પૈસા કમાય છે.

સાયબર ક્રાઇમમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી એકટ અન્વયે એટીમએમ કાર્ડ ક્લોનિંગ, મેઈલ હેકિંગ, મોબાઈલ હેકિંગ, એટીએમ હેકિંગ, ક્રેડિટ-ડેબિટ કાર્ડ હેકિંગ, કમ્પ્યુટર રીસોર્સીસ સાથે ચેડાં, સોશિયલ મીડિયા થકી ફ્રોડ કે બ્લેકમેલિંગ, પ્રાઇવસી ભંગ, બીભત્સ મટિરિયલ્સ કરવું અને બાળકોની પોરનોગ્રાફી સહીતના તમામ ગુનાઓનો સમાવેશ થાય છે. વર્તમાનમાં ભારતના મોટાભાગના લોકો સોશિયલ નેટવર્કિંગ સાઇટ્‌સનો તો ઉપયોગ કરે છે.

પરંતુ તેના વિશે સાચી માહિતી કે જાણકારીનો અભાવ જીવ મળે છે. તેમજ મોટાભાગના સોશિયલ નેટવર્કિંગ સાઇટ્‌સના સર્વર વિદેશમાં છે. જેના લીધે ભારતમાં થતા સાયબર ક્રાઈમની જડ સુધી પહોંચવું મુશ્કેલ બને છે. ખાસ કરીને સોશિયલ મીડિયા ઉપર પોતાના અથવા પોતાની ફેમિલીના ફોટા અપલોડ કરવાનું ટાળો એ હિતાવહ રહેશે. કારણ કે, તમારા ફોટા સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ પણ ઉપાડી શકે છે અને તેનો દુરુપયોગ થઈ શકે છે.

ખાસ કરીને ફેસબુકના એકાઉન્ટ ફેક હોઈ શકે છે. માટે વિશ્ર્‌વસનીય એકાઉન્ટમાંથી જ માહિતી શૅર કરવી જાેઈએ, ફેબુક ઉપર કોઈની પણ ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારતાં પહેલાં તેની પ્રોફાઈલ ચૅક કરી લેવી આવશ્યક છે. કારણ કે, ફ્રોડ લોકો તમારા માટે કોઈ છટકું ગોઠવવાની વેંતરણમાં હોય! અજાણી મિત્રતા દરખાસ્તોને નકારો.

પરંતુ કોઈ પરિચિત તરફથી આવતી દરખાસ્તોની યોગ્ય ચકાસણી કર્યા પછી જ તેના પર ર્નિણય લેવો. તમારી ખાનગી માહિતી અથવા ફોટા ક્યારેય કોઈ સાથે શૅર કરશો નહીં. ખાસ કરીને સોશિયલ મીડિયા ઉપર અંગત જીવનના ફોટા શૅર કરતી વખતે આ બાબત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. આ પ્રકારના ફોટા ચોક્કસ અને વિશ્વાસપાત્ર લોકો સાથે શેર કરો. ઘણા લોકો તેમના કુટુંબની ચિત્રો, ખાસ કરીને નાના છોકરાઓ અને છોકરીઓ સોશિયલ નેટવર્કિંગ સાઇટ્‌સ પર પોસ્ટ કરવા માગે છે. જાે કે, આ ઇચ્છા તમને જાેખમમાં મૂકી શકે છે.

ફેસબુક ઉપરથી શૅર કરાયેલા ફોટોગ્રાફ્સના આધારે શાળાના બાળકોના અપહરણની ઘટનાઓ ઘણીવાર સામે આવી છે. વ્યક્તિગત માહિતીનો ઉલ્લેખ કરતી વખતે તમામ વિગતો પ્રકાશિત કરશો નહીં. ખાસ કરીને જન્મ તારીખ, કઈ સ્કૂલમાં ભણ્યા છો ઉપરાંત માતા-પિતાના નામ! આ પ્રકારની માહિતી હૅકર્સ માટે માખણ જેવું કામ કરે છે! અને તમારા નાણાંકીય વ્યવહારોનો તાગ મેળવી ચાલાકીથી તમારા ખાતામાંથી નાણાં ખખેરી શકે છે, તેથી સાવધાન થઈ જાઓ! ઉપરાંત પાસવર્ડ પણ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે.

ઘણા લોકો તેમની જન્મ તારીખ અથવા માતા-પિતાના નામ તરીકે નેટબેંકિંગ પાસવર્ડનો ઉપયોગ કરે છે, જે ખૂબ ખતરનાક સાબિત થઈ શકે છે. આવા કિસ્સામાં સોશિયલ મીડિયાના માધ્યમથી ચોરટાઓ તમારૂં બેંક એકાઉન્ટ હેક કરી શકે છે અને પૈસા પણ ચટ્ટ કરી શકે છે!SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.