Western Times News

Gujarati News

યુવાને આઈફોન ખરીદવાની લ્હાયમાં ૩.૯૬ લાખ ગૂમાવ્યા

Files Photo

સુરત: શહેરમાં લોકોને ઠગવાની વાત નવી નથી પરંતુ આ રીત કંઇક અલગ જ છે, જે તારે પણ જાણવી જોઇએ. રીંગરોડની એક કાપડની દુકાનમાં નોકરી કરતો એક યુવાન ઓએલએક્ષ પરથી આઈફોન૧૧ ખરીદવાના ચક્કરમાં ફસાયો હતો અને ઓએલએક્ષના નામે એક યુવતીએ ફોન કરીને યુવાનને અલગ અલગ ચાર્જીસના નામે તબક્કાવાર કુલ રૂ.૩.૯૬ લાખ જેટલી રકમ અલગ અલગ ખાતામાં ભરાવી દીધી હતી. ફોનની કિંમત કરતા ત્રણ ગણી રકમ યુવાને ચૂકવીને છેતરાયો હતો. જે અંગે યુવાનએ સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

આ અંગે જાણવા મળતી વિગતો મુજબ, ખોલવડ ખાતે આવેલા એન્જલ પેલેસમાં રેહતો નીરવ જયસુખ વોરા (ઉ.વ -૨૩) રીંગરોડના ન્યૂ અંબાજી માર્કેટમાં આવેલી સોરઠ સિલ્કમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરે છે. નીરવને રૂ.૧.૧૦ લાખની કિંમતનો આઈ ફોન ૧૧ મેક્ષ ખરીદવો હતો. જેથી તેણે ઓએલએક્ષની એપ ફોનમાં ડાઉનલોડ કરી હતી. તે પછી એક યુવતી અવની શર્માએ નીરવને ફોન કર્યો હતો અને ફોન ખરીદવો હોય તો તમારે પેહલા ૧૦ હજાર જમા કરાવવા પડશે. નિરવે ૧૦ હજાર અવનીએ આપેલા ખાતામાં જમા કરાવી દીધા હતા.

વાત આટલેથી અટકી નથી. આ યુવતી એ ફરી નીરવને ફોન કર્યો હતો અને ફોન ખરીદ કરવામાં એરર આવે છે જેથી કસ્ટમ ચાર્જીસ અપાવો પડશે નિરવે કોઈપણ જાતની ખાતરી કર્યા વગર ૧૬ હજાર ભરી દીધા હતા. બાદમાં અવની નામની આ યુવતીએ નીરવને ફોન કરી ને એજ વાત કરી હતી કે, ફોન ખરીદ કરવામાં એરર આવે છે હવે તમારે જીએસટી જમા કરાવવો પડશે જેથી નિરવે બીજા ૨૫ હજાર ભરી દીધા હતા.

આમ અલગ અલગ ચાર્જના નામે યુવતી રૂપિયા માંગતી ગઈ અને નીરવ રૂપિયા ભરતો ગયો હતો. એક તબક્કે તો નિરવે એમ પણ કહી દીધું હતું, કે મારે ફોન નથી ખરીદવો મને રકમ પાછી આપી દો તો કેન્સલેશન ચાર્જ ભરવો પડે એમ કહીને રૂપિયાની માંગણી કરી હતી અને કુલ રૂ.૩.૯૬ લાખ જેટલી રકમ નીરવ પાસેથી પડાવી લેવામાં આવી હતી. અને ફોન પણ આપવામાં આવ્યો નહોતો.પોતે છેતરાયો હોવાનું જણાતા તેણે સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.