યુવાને પુત્ર સાથે પ્લે હાઉસમાં ભણતી માસૂમને માર માર્યો
રાજકોટ, તાજેતરમાં જ સુરતના રાંદેર વિસ્તારમાં આઠ માસની બાળકીને આયાએ ર્નિદયતાપૂર્વક માર માર્યો હોવાનો બનાવ બન્યો હતો. આ કિસ્સામાં બાળકીને બ્રેઇન હેમરેજ થઈ ગયું હોવાથી સારવાર માટે ખાનગી હૉસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
સમગ્ર મામલાના સીસીટીવી ફૂટેજ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા ઘટના મામલે કેર ટેકર વિરોધ લોકોમાં રોષ જાેવા મળ્યો હતો. સુરતના રાંદેર વિસ્તારમાં બનેલી ઘટનાના પડઘા હજુ શમ્યા નથી ત્યાં જ રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ જ પ્રકારનો એક બનાવ સામે આવ્યો છે. જે બનાવ પણ સીસીટીવીમાં કેદ થવા પામ્યો છે.
ત્યારે સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસને જાણ થતા ગાંધીગ્રામ પોલીસે માસૂમને માર મારનાર શખ્સની અટકાયત કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સુંદરમ સિટી એપાર્ટમેન્ટની બિ વિંગમાં રહેતા એક યુવાને લિફ્ટમાં એક બાળકીને માર માર્યો હતો.
જાણવા મળતી વિગત મુજબ યુવક જે બાળકીને મારમારી રહ્યો છે તે તેના જ પુત્ર સાથે પ્લે હાઉસમાં ભણતી હોવાનું સામે આવ્યું છે. સીસીટીવીમાં સ્પષ્ટપણે જાેઇ શકાય છે કે કઇ રીતે યુવક માસૂમ બાળકીના મોઢા પર પોતાના હાથમાં રહેલી પાણીની બોટલ ર્નિદયતાથી મારે છે.
મોઢા પર પાણીની બોટલ વાગવાને કારણે થોડીવાર માટે બાળકી ચૂપ થઈ જાય છે. બાળકી કોઇપણ જાતનો અવાજ ન કરે તે માટે યુવાન તેને ચૂપ જ રહેવાનો ઇશારો કરે છે. બાળકી ઘરે ગયા બાદ તેના શરીર પર ઇજાના નિશાન જાેવા મળતા બાળકીના માતાપિતાને બાળકી સાથે કંઈક અજુગતું થયાનું લાગ્યું હતું. સમગ્ર મામલે બાળકીને પૂછતા બાળકીએ પોતાની સાથે બનવા પામેલી ઘટના વર્ણવી હતી.
લિફ્ટના સીસીટીવી ફૂટેજ ચેક કરતા સમગ્ર ઘટના કઇ રીતે બનવા પામી હતી તે સામે આવી હતી. સમગ્ર મામલે બાળકીના પરિવારજનો દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા તાત્કાલિક અસરથી ગાંધીગ્રામ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી. ઘટના સ્થળ પર પહોંચેલી ગાંધીગ્રામ પોલીસને પરિવારજનો દ્વારા સમગ્ર બનાવનાર સીસીટીવી ફૂટેજ પણ આપવામાં આવ્યા હતા. જે બાદમાં પોલીસે બાળકીને માર મારનાર યુવકની અટકાયત કરી હતી.SSS