Western Times News

Gujarati News

યુવાને યુવતીની બહેનને અર્ધનગ્ન ફોટો મોકલી બ્લેકમેઈલ કરી

Files Photo

સુરત: સુરતના મોટા વરાછામાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જે જાણીને ભલભલા લોકો ચોકી જશે .એક યુવાને એક યુવતી સાથે મિત્રતા કરવા માટે તેણે યુવતીની મોટી બહેનને અર્ધનગ્ન ફોટો મોકલી જાે આ આઈડી બ્લોક કરશે તો તેના ફોલોવર્સને મોકલી આપવાની ધમકી આપી આપતો હતો.

જાેકે યુવતી સાથે મિત્રતા કેળવ અને વિશ્વાસ આપવા કરેલ અકૃત્યને લઇને યુવાન જેલમાં પહોંચી ગયો છે. સુરતમાં સતત સાઇબર ક્રાઇમને લઇને અનેક ફરિયાદ સામે આવી છે. જાેકે સુરત ના એક યુવાને ન કરવાનું કામ કરી નાખ્યું છે. એક યુવતી સાથે મિત્રતા કરવા માટે તેની બહેનના અર્ધનગ્ન ફોટા બનાવી સોસલમીડિયામાં વાઇરલ કરવાની આપી ધમકી.

સુરતના મોટા વરાછા વિસ્તારમાં રહેતી યુવતી ના ઇન્સ્ટાગ્રામ આઇડી પર મહિના પૂર્વે ઇન્સેન ગેમર ૦૪૬ નામના આઇડી પરથી મેસેજ આવ્યો હતો. મેસેજમાં મોર્ફ અર્ધનગ્ન ફોટો હતો અને તેમાં ફેસયુવતી નો હતો અને લખ્યું હતું કે જાે મને બ્લોક કરી દેશો તો સારૂ નહીં થશે. જેથી યુવતી ચોંકી ગઇ હતી અને આઇડી બ્લોક કરી દીધું હતું.

ત્યાર બાદ યુવતીની બહેન ના આઇડી પર ગ્રો૪૩૩૪ પરથી યુવતીના ફેસ વાળો મોર્ફ ફોટો મેસેજમાં આવ્યો હતો. જેની જાણ યુવતીની બહેને એ યુવતી ને જાણ કરી હતી. બીજી તરફ ગ્રો૪૩૩૪ નામના આઇડી પરથી યુવતી પર પુનઃ મેસેજ આવ્યો હતો.

જેમાં લખ્યું હતું કે મેડમ આપ ને અબ ખુદ કે પેરો પર કુહાડી માર લી હૈ, હમને મના કિયા ફીર ભી બ્લોક કીયા, ઔર રિપ્લાય બી નહી કર રહે, અબ એક બી કપડા નહીં હોગા બદન પે ઔર વો ફોટો આપકે સબ ફોલોર્સ કો જાયેગા, હા ચહેરા આપકા હોગા ફોટો મે. અભી ૬ ઔર ફોટો અલગ-અલગ કપડો, પોઝ, લોકેશન ઔર આપકે ચહેરા ભી અલગ હૈ હમારે પાસ’ એવો મેસેજ આવ્યો હતો.

જેથી યુવતી એ આ ઈસમ વિરુદ્ધ ફોટો મોર્ફ કરી બદનામ કરનાર વિરૂધ્ધ સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી. જેને લઇને પોલીસે ટેક્નિક સર્વેલસની મદ  મૂળ જૂનાગઢના તાલુકા માણાવદરના ખડીયા ગામનો વતની અને હાલમાં સુરતના મોટા વરાછા ખાતે આવેલ સુદામા ચોકના ક્રિષ્ણા પાર્ક એપાર્ટમેન્ટ, રહેતા સ્મિત જીતુ અઘેરાની ધરપકડ કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.