યુવાને લગ્નની કંકોત્રીમાં છપાવ્યું કંઈક હટકે
મહેમાનોને આપશે એક યાદગાર રિટર્ન ગિફ્ટ
દિશાંક કાનાબારે જણાવ્યું હતું કે, રામ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા સમગ્ર હિન્દુ સમાજ માટે એક ગૌરવની વાત છે
રાજકોટ, ભારતમાં લગ્નની સીઝન શરૂ થઈ ગયી છે, ત્યારે સૌ કોઈ પોતાના લગ્નને ખાસ બનાવવા માટે વિવિધ ડેકોરેશન અને અલગ અલગ રીતે પોતાના ફંક્શનને ખાસ બનાવી રહ્યાં છે. રાજકોટમાં એક યુવકે પોતાની લગ્નની કંકોત્રીમાં રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ સાથે સાથે છપાવ્યું છે, જે અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે. આજના યુવાનો ડેÂસ્ટનેશન વેડિંગથી લઈને અલગ અલગ થીમ રાખીને લગ્ન પ્રસંગનું આયોજન કરે છે. રાજકોટમાં નેચરોપેથી અને માસ્ટર ઓફ સોશિયલ વર્કનો અભ્યાસ કરેલા સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા યુવાનોમાં આવેલ સામાજિક પરિવર્તન વિષય પર PHD નો અભ્યાસ કરતા દિશાંક કાનાબારે પોતાના લગ્ન પ્રસંગના નિમંત્રણને અનોખું બનાવ્યું છે. દિશાંક કાનાબાર પોતાના લગ્ન પ્રસંગને સામાજિક સંદેશ સાથે ઉજવી રહ્યાં છે. ત્યારે આ પ્રસંગના નિમંત્રણમાં હિન્દુઓની આસ્થાનું પ્રતિક ભગવાન શ્રીરામ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠાની તારીખ, સમય અને ભગવાન શ્રીરામનો ફોટો આ પત્રિકામાં દર્શાવવામાં આવ્યો છે. શ્રીરામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવમાં જોડાવવા માટે ખાસ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. દિશાંક કાનાબારે જણાવ્યું હતું કે, રામ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા સમગ્ર હિન્દુ સમાજ માટે એક ગૌરવની વાત છે. લગ્નની આ કંકોત્રી વિશે વાત કરતા દિશાંકભાઈ જણાવ્યું હતું કે, આ વિચાર મારા મોટાભાઈને આવ્યો હતો કે, આપણે એવું કંઈક કરીએ કે, જેથી લોકોમાં એક સારો મેસેજ જાય. ત્યારબાદ અમે લગ્નની કંકોત્રીમાં એક આખું પેજ શ્રી રામ મંદિરની પ્રતિષ્ઠા મહોત્વનું આમંત્રણ છપાવ્યું છે, જેથી લોકોને સમય, તારીખ સહિતની તમામ માહિતી મળી રહે. આપણા સૌ માટે આ ગૌરવની વાત છે કે, આટલા સમય બાદ આપણા ભગવાન શ્રીરામ અયોધ્યા મંદિરમાં બિરાજમાન થશે. લોકોમાં એક સારો મેસેજ થાય તે માટે આ આયોજન કરવામાં આવ્યું હતું. આ લગ્નમાં આવતા દરેક લોકોને ચકલીના માળાનું વિતરણ કરવામાં આવશે. આખા રિસેપ્શન દરમિયાન માત્ર આધ્યાÂત્મક ભજનો જ વગાડવામાં આવશે. ત્યારે કાનાબાર પરિવારના આ નિર્ણયને સૌ કોઈ આવકારી રહ્યું છે.ss1