યુવાનોએ ખાધ પદાર્થોની કીટ બનાવી શ્રમજીવીઓને પહોંચાડી
કોરોનાના કહેરની ભયાવહ પરીસ્થિતીમા હળવદ વિસ્તારમા લોકો વૈભવી ધરોમા બેસી રેહવાને બદલે ઝૂંપડામા રહેતા શ્રમજીવીઓની ચિંતા કરતા જણાયા છે, બે વૈભવી ગાડીમા શકય એટલી ખાધ પદાર્થોની કીટ બનાવી શ્રમજીવીઓને પોહચાડવા જતા વસંત પાર્કના ગણપતી મંદિરની સામેની શેરીમા રેહતા શિક્ષક અને વેપારી પરિવારના યુવાનો નિકળી પડયા હતા.
ત્યારે અમુક શ્રમજીવીઓ ઝુપડા છોડી ચાલી નિકળેલા માલુમ પડતા પંદર-વીસ કીલોમિટરના ચક્કર લગાવી અન્ય ઝુંપડાઓ શોધી લોકો સુધી લોટ,શાકભાજી,મરચુ,તેલ વગેરે પહોચાડનાર આ યુવાનો એ કહ્યુ હતુ કે,અમારા કોઈના નામ નહી પણ કામને પ્રસ્સિધી અપાવજો જેથી બીજાને પ્રેરણા થાય,આ યુવાનો-પરિવારની વાત હદયને સ્પર્શી જનાર છે. (તસ્વીર-અહેવાલઃજીજ્ઞેશ રાવલ,હળવદ)