યુવાનો જ નહીં પણ વૃદ્ધો માટે પણ ઓક્સફર્ડની કોરોના વેક્સીન અસરકારક
લંડન, કોરોના વાયરસનો ફેલાવો દુનિયામાં વધી રહ્યો છે. ત્યારે દુનિયાના તમામ લોકો રાહ જોઇ રહ્યા છે કે ક્યારે કોઇ સફળ વેક્સીન આવે અને આ રોગમાંથી છુટકારો મળે.. ખાસ કરીને વૃદ્ધોને કોરોના વાયરસનું જોખમ સૌથી વધારે છે. ત્યારે એક સવાલ એ પણ છે કે જે કોરોના વેક્સીન આવશે તે વૃદ્ધો માટે અસરકારક હશે કે નહીં? કારણ કે વૃદ્ધોની રોગપ્રતિકારક ક્ષમતા ઘણી ઓછી હોય છે. તેવામાં ઓક્સફર્ડ અને એસ્ટ્રાજેનકાએ મળીને જે કોરોના વેક્સીન બનાવી છે, તેના ટ્રાયલમાં સામે આવ્યું છે કે તે વૃદ્ધો માટે પણ અસરકારક છે.
દુનિયામાં અનેક કોરોના વેક્સીન ઉપર કામ થઇ રહ્યું છે. તે બધામાં ઓક્સફર્ડની આ કોરોના વેક્સીનથી લોકોને સૌથા વધારે આશા છે. કોવિશિલ્ડ નામની આ વેક્સીનનું અત્યારે ત્રીજા તબક્કાની ટ્રાયલ ચાલી રહી છે. ત્યારે આ ટ્રાયલમાં સામે આવ્યું છે કે માત્ર યુવાનો જ નહીં પણ વૃદ્ધો માટે પણ આ વેક્સીન અસરકારક છે. આ વેક્સીનથી વૃદ્ધોમાં પણ એન્ટીબોડી વિકસિત થયા છે, જે કોરોના સામે લડવામાં સક્ષમ છે.
એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ કોરોના વેક્સીન વડે વૃદ્ધોમાં એન્ટીબોડી અને ટી કોષિકીઓનો વિકાસ થયો છે. કોઇ પણ બીમારી સામે લડવામાં એન્ટીબોડી અને ટી કોષિકાઓની મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે. મોટાભાગની વેક્સીન માત્ર એન્ટીબોડી વિકસિત કરે છે, જ્યારે આ વેક્સીન વડે ટી કોષિકાઓ પણ ઉત્પન્ન થાય છે.