યુવાનો-મહિલાઓને કોંગ્રેસમાં ટીકીટ અપાશે તેવી લાગણી વ્યક્ત કરતા યુવાનો

(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, ચૂંટણી નજીકમાં આવે એટલે રાજકીય પક્ષો માટે ટીકીટોની ફાળવણી મોટો પડકાર બની જતો હોય છે. ઉમેદવારોની પસંદગીની જટીલ પ્રક્રિયામાંથી દરેક પક્ષેે પસાર થવુ પડે છે. દરેકને ટીકીટ આપી શકાતી નથી કે સાચવી શકાતા પણ નથી. તેથી વધતા ઓછા પ્રમાણમાં અસંતોષની લાગણી જાેવા મળતી હોય છે.
કોંગ્રેસમાં ઉમેદવારોની પસંદગીની બાબતમાં આ વખતે યુવાનો-મહિલાઓને પ્રાધાન્ય આપવામાં આવે એવી લાગણી યુવા નેતાઓ વ્યક્ત કરી રહ્યા છે. એક યુવાનેતાએ જણાવ્યુ હતુ કે યુવાનોને ટીકીટ ફાળવણીમાં ૧પ થી ર૦ ટકા સ્થાન મળવુ જાેઈએ. જ્યારે મહિલાઓને ૧૦ ટકા સ્થાન મળે એવી અપેક્ષાઓ છે.
આમ, તો આશા રાખીએે કે આ વખતે યુવાનો-મહિલાઓને પૂરતુ સ્થાન આપવામાં આવે. અગાઉના વર્ષોમાં કોંગ્રેસમાં ચૂંટણીના સમયેે ભારે માથાકૂટ સર્જાતી હોય છે. પણ આ વખતે કેટલાંક ટીકીટવાંચ્છુઓ હતા તેેઓ અન્ય પક્ષમાં જતા રહ્યા હોવાથી યુવાનોને મહત્ત્વ મળશે એવી લાગણી યુવાનો તરફથી વ્યક્ત કરાઈ રહી છે.
બીજી તરફ ૧૦ ટકા જેટલી મહિલાઓને સ્થાન આપવુ જાેઈએ એવી માંગણી યુવાનો તરફથી થઈ રહી છે.