Western Times News

Gujarati News

યુવાન વેપારીએ ઓફિસમાં ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો

Files Photo

સુરત: કોરોના મહામારી વચ્ચે લોકોના વેપાર ઉદ્યોગ ઠપ્પ થઇ જતા લોકો પોતાના પરિવારનું ભરણપોષણ કરી શકતા નથી. જેથી તણાવમાં આવીને આપઘાત કરવાના અનેક કિસ્સાઓ આપણે જોયા છે. ત્યારે સુરતમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. ઓનલાઇન વેપાર કરનાર યુવાને પોતાની ઓફિસમાં આપઘાત કરવાની ઘટના સામે આવી છે.

સુરતમાં મોટા વરાછાના લજામણી ચોક નજીક ભાડાની ઓફિસમાં ઓનલાઇનનો વેપાર કરે છે.
કોરોના સંક્રમણ વધતા લંબાયેલા લૉકડાઉનને કારણે કેટલાક લોકો પાયમાલ થયા છે. તેમના વેપાર ધંધા પર ઘણી અસર થતા પડી ભાંગ્યા છે. ત્યારે આવો જ એક કિસ્સો સુરતમાં પણ સામે આવ્યો છે.

મૂળ અમરેલીના સાવરકુંડલાના છાપરી ગામના વતની અને હાલ મોટાવરાછાની રોયલ રેસિડેન્સીમાં રહેતા ૨૬ વર્ષિય તરુણ પરસોતમભાઈ ગુંદરણીયા સુરતમાં મોટા વરાછાના લજામણી ચોક નજીક ભાડાની ઓફિસમાં ઓનલાઇનનો વેપાર કરે છે.

આ યુવાનનો વેપાર નહિ ચાલતા સતત માનસિક તણાવ અનુભવતો હતો.
આ વેપારમાં પોતાના એક મિત્ર સાથે ભાગીદારીમાં કરતા હતા. જોકે, લોકડાઉનન લઈને તેનો વેપાર પડી ભાંગ્યો હતો. જોકે લોકડાઉનમાં ગરીબ લોકોને મદદ કરવાની કામગીરીમાં આગળ રહેતા આ યુવાનનો વેપાર નહિ ચાલતા સતત માનસિક તણાવ અનુભવતો હતો.

ઘટનાની જાણકારી પાડોસી દુકાનવાળાને થતા આ યુવાન વેપારીના પરીવાર સાથે પોલીસને જાણકારી આપી હતી
જોકે, પરિવારનું ગુજરાન ચાલવું મુશ્કેલ પડતું હોવાને કારણે ગતરોજ આવેશમાં આવી જઈને પોતા ઓફિસમાં ગળે આપઘાત કરી લીધો હતો. જોકે ઘટનાની જાણકારી પાડોસી દુકાનવાળાને થતા આ યુવાન વેપારીના પરીવાર સાથે પોલીસને જાણકારી આપી હતી

ઘટનાની જાણકારી મળતા પોલીસ તાત્કાલિક બનાવવાળી જગ્યા પર દોડી આવી આ મામલે ગુનો નોંધ્યો છે. આ મામલે તપાસ શરૂ કરી છે. જોકે, બીજી બાજુ પરિવાર યુવાન વેપારીના આ પગલાને કારણે શોકમાં ગરકાઉ થઇ ગયુ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.