યુવા આંદોલનકારી પ્રવીણભાઇ રામની સંઘર્ષ ગાથા યુ ટ્યુબ ચેનલ ઉપર પ્રસ્તુત થશે :- દિનેશ ચાવડા
માયાભાઈ આહિર, રાજભા ગઢવી ,મીરાબેન આહિર,શંકરભાઈ આહિર,ભાવેશ રામ તેમજ અર્જુન આહિર જેવા કલાકારોએ પણ આ સંઘર્ષ ગાથા ને નિહાળવા માટે કરી અપીલ
જ્યારે જ્યારે જનતાને અન્યાયો થતાં હોઇ ત્યારે ત્યારે આંદોલનોના મંડાણ થતાં હોઇ અને ગુજરાતની અંદર તમામ સમાજના હિત માટેના આંદોલનની સર્ચાઓ આવે તેમજ પરિણામલક્ષી આંદોલનની સર્ચાઓ આવે ત્યારે યુવા પ્રતિભા એવા પ્રવીણભાઇ રામનો ચહેરો સામે આવે,પ્રવીણભાઇ રામનો જન્મ ગીર સોમનાથ જિલ્લાના એક નાનકડા ઘુંસિયાં ગામના એક સામાન્ય ખેડૂત પરિવાર થયો અને એક સામાન્ય ખેડૂત પરિવારમાંથી જન્મ લઈને કોઈ પણ જાતના રાજકીય બેકગ્રાઉન્ડ વિના 8 વર્ષ સુધી સતત સંઘર્ષ કરી અનેક આંદોલનોને સફળતાપૂર્વક પાર પડી લાખો લોકોને ફાયદો કરાવ્યો
એ પછી લોકોના સ્વાસ્થ્ય માટેનું તેમજ મેડિકલ સ્ટોર માટેનું આંદોલન હોઇ , ફિક્સ પગાર નુ આંદોલન હોઇ , રિલાયન્સ કંપની સામેનું આંદોલન હોઇ, ખેડૂતો માટે ઈકોઝોન નું આંદોલન હોઇ કે પછી બેરોજગાર યુવાનો માટેનું આંદોલન હોઇ આ તમામ આંદોલનોમાં અનેક સંઘર્ષો આવ્યા હશે ત્યારે એક સામાન્ય પરિવારમાંથી જન્મ લઈ અને આ મુકામ સુધી કઈ રીતે પહોંચ્યા?? તેમજ આ મુકામમાં આવેલા તમામ સંઘર્ષોનું વર્ણન કરતી બાયોગ્રાફી દ્વારકા જિલ્લાના દિનેશભાઈ ચાવડા દ્વારા બનાવવામાં આવી છે
અને યુવાનોને પ્રેરણા આપતી આ બાયોગ્રાફી 27 એપ્રિલના રોજ સવારે 10 વાગે એડ લાંચર યુ ટ્યુબ ચેનલ પર પ્રસ્તુત થવાની છે ત્યારે પ્રખ્યાત હાસ્ય કલાકાર માયાભાઈ આહિર, પ્રખ્યાત સાહિત્યકાર રાજભા ગઢવી,લોકગાયક મીરાબેન આહિર,હેરી નકુમ,શંકર આહિર, ભાવેશ રામ, અર્જુન આહિર, બાબુભાઈ આહિર, સુરેશભાઈ મારું,હીનાબેન આહિર, ભુમી બેન આહિર, ચંદ્રિકાબેન આહિર,સુભાષભાઈ ઝલું,નેહલ આહિર, ભાવિક દાન ગઢવી, રામદે ગઢવી,રાજાભાઈ ગઢવી અને પ્રવિણાબેન આહિર જેવા અનેક કલાકારો દ્વારા પ્રવીણભાઇ રામની આ સંઘર્ષ ગાથા ને નિહાળવા માટે અપીલ કરવામાં આવી
તેમજ વધુમાં દિનેશભાઈ ચાવડા દ્વારા જણાવવામાં આવ્યું કે પ્રવીણભાઇ રામની આ બાયોગ્રાફી એટલા માટે બનાવવાનો પ્રયાશ કર્યો કે આવી પ્રતિભાઓની બાયોગ્રાફીના કારણે અનેક યુવાનોને પ્રેરણા મળી રહે તેમજ આ બાયોગ્રાફી મોટીવેશનલ સ્પીકર અશોકભાઈ ગુજ્જરના અવાજમાં બનાવવામાં આવી છે તેમજ દ્વારા રાજ સ્ટુડિયો ભોગાતના રાજ આહિર તેમજ સંદીપ રામ દ્વારા પણ આ બાયોગ્રાફી બનાવવામાં મદદ કરવામાં આવી છે ત્યારે દિનેશભાઈ ચાવડા દ્વારા આ તમામ મિત્રોનો આભાર માનવામાં આવ્યો.