યુવા ક્રિકેટર્સને બુકીઓથી બચવા બીસીએ પ્રોફેશનલ ટ્રેનિંગ આપશે
વડોદરા, વડોદરાના યુવાન ક્રિકેટર્સ ફિલ્ડ પર હેલિકોપ્ટર શોટ્સ અને કવર ડ્રાઈવ્સ માટેની તાલીમ મેળવવા ઉપરાંત હવેથી મેદાનની બહારના પડકારોનો સામનો કરવા માટે પણ ખાસ તાલીમ મેળવશે. અંડર-૨૩ અને રણજી સ્ક્વોડના ખેલાડીઓને મેદાનની બહાર ગ્લેમરથી લપેટાયેલી અજાણી મહિલાઓ અને મિત્રતા સાધવા પ્રયત્ન કરતા બૂકીઓથી કેવી રીતે બચવું તે માટેની પ્રોફેશનલ ટ્રેઈનિંગ આપવામાં આવશે.
યુવાન ખેલાડીઓ ભવિષ્યમાં આઈપીએલ ટીમ્સમાં પસંદગી પામે તેવી શક્યતાઓને ધ્યાનમાં રાખીને બરોડા ક્રિકેટ એસોસિએશને (બીસીએ) યુવા ક્રિકેટર્સને આવી ભયાનક માઈન્ડ ગેમનો સામનો કરતા શીખવવા એક વર્કશોપનું આયોજન કર્યું છે. બરોડા ક્રિકેટ એસોસિએશનના સીઈઓ શિશિર હટંગડીએ જણાવ્યું કે, કેશ પ્રાઈઝીસ ઓફર કરતી અનેક ગેમિંગ એપ્સના આગમન, ક્રિકેટની રમતોના સટ્ટા વગેરેમાં નોંધનીય વધારો જાેવા મળી રહ્યો છે.
બૂકીઓએ વિવિધ વેબસાઈટ્સ પર જેના સ્કોરકાર્ડ્સનું લાઈવ સ્ટ્રીમીંગ થતું હોય તેવા ઘરેલું ક્રિકેટ પર પણ સટ્ટો રમાડવાનું શરૂ કરી દીધું છે. આ કારણે ઘરેલું ક્રિકેટર્સ અજાણતા જ આવા બૂકીઓના સકંજામાં આવે તેની શક્યતાઓ પણ વધી છે.એવા અનેક દાખલાઓ છે જેમાં અમૂક તત્વોએ મેદાનની બહાર ખેલાડીઓ સાથે મિત્રતા સાધવા પ્રયત્ન કર્યો છે.
આ ઉપરાંત ખેલાડીઓને બ્લેકમેલ કરવા તથા હનીટ્રેપમાં ફસાવવા માટે મહિલાઓનો પણ ઉપયોગ થઈ શકે છે. આ બધી શક્યતાઓને ધ્યાનમાં રાખીને ખેલાડીઓને અજાણ્યા નંબર પરથી આવતા વીડિયો કોલ રીસિવ ન કરવા માટેની ચેતવણી આપવામાં આવી છે. સાથે જ તેમને રમત વિશેની કોઈ પણ વાત પોતાના મિત્રો સાથે પણ શેર ન કરવા જણાવવામાં આવ્યું છે.
ખેલાડીઓને અન્ય શહેરોના પ્રવાસ દરમિયાન ચાહકો કે કોઈ અજાણી વ્યક્તિને રૂમમાં પ્રવેશ ન આપવા જણાવવામાં આવશે. ઉપરાંત તેમને હવામાન, વિકેટ કે ક્રિકેટ ગ્રાઉન્ડ સંબંધિત કોઈ માહિતી જાહેર ન કરવાની સૂચના આપવામાં આવશે.શિશિર હતનગળીના કહેવા પ્રમાણે જાે ખેલાડીઓને કોઈ શંકાસ્પદ વ્યક્તિ ગ્રાઉન્ડ પર કે બહાર તેમનો પીછો કરતું જણાય તો તેઓ સીધા જ તેમના એન્ટી કરપ્શન યુનિટના પ્રતિનિધિનો સંપર્ક કરી શકશે.SS3KP