યુ.એન. મહેતા હાર્ટ હોસ્પિટલના રસીકરણમાં ૧૨૮ વ્યક્તિઓએ રસી મેળવી
સિવિલ મેડિસીટી સ્થિત યુ.એન. મહેતા હાર્ટ હોસ્પિટલના કોરોના રસીકરણમાં ૧૨૮ વ્યક્તિઓએ કોરોના સામેની સુરક્ષા આપતી રસી મેળવી
સિવિલ મેડિસીટી સંકુલમાં આવેલી યુ.એન. મહેતા હાર્ટ હોસ્પિટલના કોરોના રસીકરણ કેન્દ્રમાં પણ કોરોના રસીકરણની કામગીરી કાર્યરત છે. અહીં રસીકરણ માટે આવતા લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હોસ્પિટલ દ્વારા રસીકરણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવેલી વ્યવસ્થાથી ખુશ થઇને સકારાત્મક રસીધારકોના સકારાત્મક પ્રતિભાવ જોવા મળી રહ્યા છે.
યુ.એન.મહેતા ઈન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચમાં આજે ૧૨૮લોકોને રસી આપવામાં આવી. જેમાં ૧૪ હેલ્થકેર વર્કર્સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 45 થી 60 વર્ષની વચ્ચેની વય અને કો-મોર્બિડ સ્થિતિ ધરાવતા ૭૨ લોકોને રસી આપવામાં આવી. જ્યારે 60 થી વધુ વય ધરાવતા ૪૨ વરિષ્ઠ નાગરિકોને રસી આપવામાં આવી.