યુ.કે. માં મહાત્મા ગાંધીજી માન્ચેસ્ટરમાં ગાંધીજીની પ્રતિમાનું અનાવરણ
શ્રીમદ્દ રાજચંદ્ર મિશન ધરમપુરના અભિવાદન ! આપણાં માટે એક અત્યંત આનંદ અને ગર્વની વાત છે કે મહાત્મા ગાંધીજીના 150માં જન્મજયંતિ વર્ષની ઉજવણી કરતાં શ્રીમદ્દ રાજચંદ્ર મિશન ધરમપુર દ્વારા માન્ચેસ્ટર, યુ.કે. માં માન્ચેસ્ટર કેથેડ્રલની બહાર ગાંધીજીની 9 ફુટ ઊંચી, 800 કિ. વજન ધરાવતી સુંદર પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું
આ પ્રસંગ પૂજ્ય ગુરૂદેવશ્રી રાકેશભાઈની પાવન ઉપસ્થિતિમાં સંપન્ન થયો હતો. આ અવસરે ગ્રેટર માન્ચેસ્ટરના મેયર એન્ડી બર્નહામ, માન્ચેસ્ટર સીટી કાઉન્સીલના લીડર સર રિચાર્ડ લીઝ અને ભારત તેમ જ યુ.કે. ની અન્ય અનેક નામાંકિત વ્યક્તિઓ ઉપસ્થિત હતી. દરેક ભારતીયને ગર્વ થાય તેવા આ પ્રસંગની વિગતો અને ફોટો મોકલીએ છીએ આપના પ્રતિષ્ઠિત વર્તમાનપત્રમાં તેને પ્રકાશિત કરવા નમ્ર નિવેદન.
યુ.કે. માં માન્ચેસ્ટર કેથેડ્રલની બહાર શ્રીમદ્દ રાજચંદ્ર મિશન ધરમપુર દ્વારા ગાંધીજીની 9 ફુટ ઊંચી, 800 કિ. વજન ધરાવતી સુંદર પ્રતિમાનું પૂજ્ય ગુરૂદેવશ્રી રાકેશભાઈની પાવન ઉપસ્થિતિમાં અનાવરણ કરવામાં આવ્યું હતું જ્યાં ગ્રેટર માન્ચેસ્ટરના મેયર એન્ડી બર્નહામ, માન્ચેસ્ટર સીટી કાઉન્સીલના લીડર સર રિચાર્ડ લીઝ સહીત ભારત તેમ જ યુ.કે. ની અન્ય અનેક નામાંકિત વ્યક્તિઓ ઉપસ્થિત હતી.
યુ.કે. માં માન્ચેસ્ટર કેથેડ્રલની બહાર શ્રીમદ્દ રાજચંદ્ર મિશન ધરમપુર દ્વારા ગાંધીજીની 9 ફુટ ઊંચી, 800 કિ. વજન ધરાવતી સુંદર પ્રતિમાના અનાવરણ પ્રસંગ બાદ પૂજ્ય ગુરૂદેવશ્રી રાકેશભાઈ સાથે ગ્રેટર માન્ચેસ્ટરના મેયર એન્ડી બર્નહામ, માન્ચેસ્ટર સીટી કાઉન્સીલના લીડર સર રિચાર્ડ લીઝ સહીત ભારત તેમ જ યુ.કે. ની અન્ય અનેક નામાંકિત વ્યક્તિઓ
યુ.કે. માં માન્ચેસ્ટર કેથેડ્રલની બહાર શ્રીમદ્દ રાજચંદ્ર મિશન ધરમપુર દ્વારા ગાંધીજીની 9 ફુટ ઊંચી, 800 કિ. વજન ધરાવતી સુંદર પ્રતિમાના અનાવરણ પ્રસંગ બાદ પૂજ્ય ગુરૂદેવશ્રી રાકેશભાઈના પાવન હસ્તે મોમેન્ટો સ્વીકારતાં ગ્રેટર માન્ચેસ્ટરના મેયર એન્ડી બર્નહામ.