યુ.કે.માં ૧૯મી જુલાઇથી લોકડાઉનના પ્રતિબંધો હટવાશે
નવીદિલ્હી: યુનાઇટેડિ કિંગ્ડમમાં ૧૯મી જુલાઇથી લોકડાઉનના પ્રતિબંધો હટવાના છે, જાે કે પ્રતિબંધો હટયા બાદ બંધ અને ઇનડોર જગ્યાઓમાં પણ લોકોએ માસ્ક પહેરવાનું રહેશે તેવી ગાઇડલાઇન સરકાર દ્વારા જારી કરવામાં આવશે.
બીજી તરફ ચીનમાં તબીબી અભ્યાસ કરનારાં હજારો ભારતીય વિદ્યાર્થીઓ છેલ્લાં દોઢ વર્ષથી ઘરે છે અને હવે ચીન તેમની કોલેજાે અને યુનિવર્સિટીઓમાં પરત ફરવા આતુર અને ચિંતત છે પરંતુ ચીન દ્વારા હજુ તેમના અંગે કોઇ ર્નિણય લેવામાં આવ્યો નથી.
યુ.કે.ના વેક્સિન મિનિસ્ટર નદીમ ઝહાવીનું કહેવું છે કે અત્યારે મોટાપાયે વેક્સિનેશન ઝુંબેશ ચાલી રહી છે અને કેસોની સંખ્યા પણ ઘટી છે. જેથી લોકડાઉનના પ્રતિબંધો હટવાના છે. આ પરિસ્થિતિ જાેઇ લોકોએ લાપરવાહી વરતવી ન જાેઇએ.
હજુ પણ લોકોએ સજાગ અને સચેત રહેવાની જરૂર છે. જેથી લોકો બંધ અને ઇનડોર જગ્યામાં પણ માસ્ક પહેરે તે અનિવાર્ય છે. ચીનમાં તબીબી અભ્યાસ કરી રહેલા હજારો ભારતીય વિદ્યાર્થીઓ ૨૦૨૦ની શરૂઆતમાં વિન્ટર બ્રેકની રજાઓમાં ઘરે પરત ફર્યા હતા.ત્યારબાદ કોરોના મહામારી ફેલાતા આ વિદ્યાર્થીઓ છેલ્લાં દોઢ વર્ષથી ઘરે જ છે અને ઓનલાઇન ક્લાસીસના માધ્યમથી અભ્યાસ કરી રહ્યા છે. હવે આ વિદ્યાર્થીઓ ઘરે પરત ફરવા ઉત્સુક છે અને કારકિર્દી અંગે ચિંતિત પણ છે, પરંતુ ચીનની સરકાર પ્રવાસન અને વિદેશી વિદ્યાર્થીઓના પરના પ્રતિબંધો અંગે કોઇ ર્નિણય લેવા તૈયાર નથી.