યૂક્રેનના ઓર્થોડોક્સ ચર્ચે રશિયન હુમલાનો વિરોધ કર્યો
મોસ્કો, રશિયા, યૂક્રેન અને બેલારુસને પૂર્વ સ્લાવ (વંશીય જૂથ) ના લોકોના દેશો કહેવામાં આવે છે. એક હજાર વર્ષોથી, ત્રણેય દેશો સમાન ધાર્મિક મૂલ્યો ધરાવે છે. યૂક્રેનિયન ઓર્થોડોક્સ ચર્ચ રશિયન હુમલાનો વિરોધ કરી રહ્યું છે.
બીજી તરફ પુતિન રશિયન ઓર્થોડોક્સ ચર્ચને ઝેલેન્સકીના યહૂદી હોવાનો હવાલો હુમલાને યોગ્ય ઠેરવીને ધર્મ કાર્ડ રમી રહ્યા છે. તેનાથી વિપરીત, ઝેલેન્સકી ચર્ચના બે જૂથો વચ્ચે એકતાની વાત કરે છે.યૂક્રેન અને રશિયા બંને રશિયન ઓર્થોડોક્સ ચર્ચના અનુયાયીઓ છે, પરંતુ યૂક્રેનિયન ચર્ચ પાસે સોવિયેત યુગમાં સામ્યવાદી સરકારોના દમનની યાદો તાજા છે. તેમને કોઈ ધાર્મિક સ્વતંત્રતા નહોતી. હવે રશિયન હુમલો તેમને ભૂતકાળની યાદ અપાવે છે.
યૂક્રેનના ઓર્થોડોક્સ ચર્ચે ૨૦૧૯ માં રશિયન ઓર્થોડોક્સ ચર્ચથી અલગ થઈને પોતાને આઝાદ કરી લીધું હતું. હવે ચર્ચ ઓફ યૂક્રેનને અમેરિકા સહિત અન્ય પશ્ચિમી દેશો તરફથી આર્થિક અને અન્ય મદદ મળે છે. રશિયાને આ સ્વીકાર્ય નથી.
યૂક્રેન વિરુદ્ધ રશિયાની સૈન્ય કાર્યવાહી મંગળવારે છઠ્ઠા દિવસે પણ ચાલુ છે. યૂક્રેનનો દાવો છે કે આ લડાઈમાં અત્યાર સુધીમાં લગભગ ૫,૩૦૦ રશિયન સૈનિકો માર્યા ગયા છે. યૂક્રેનની સેનાએ લગભગ ૧૫૧ ટેન્ક, ૨૯ એરક્રાફ્ટ અને ૨૯ હેલિકોપ્ટરનો નાશ કર્યો છે. સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર કાર્યાલયે યૂક્રેનમાં ૯૪ લોકોના મોત અને ઓછામાં ઓછા ૩૭૬ નાગરિકો ઘાયલ થયાની પુષ્ટિ કરી છે.
બંને દેશો વચ્ચે તણાવ ઓછો કરવા માટે રાજદ્વારી પ્રયાસો પણ ચાલુ છે. આ અંગે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાનું ઈમરજન્સી સત્ર બોલાવવામાં આવ્યું હતું.
આ સત્રમાં રશિયા અને યૂક્રેનના રાજદ્વારીઓએ એકબીજા પર નિશાન સાધ્યું હતું. યૂક્રેનિયન રાજદ્વારી સર્ગેઈ કિસ્લીત્સિયાએ કહ્યું કે જાે યૂક્રેન નહીં બચે તો સંયુક્ત રાષ્ટ્ર પણ નહીં બચે. રશિયાના પ્રતિનિધિ, વેસિલી નેબેન્ઝિયાએ જણાવ્યું હતું કે કિવના નાગરિકો કોઈપણ મુશ્કેલી વિના શાંતિપૂર્ણ રીતે રાજધાની છોડીને જઈ શકે છે. રશિયન ઓપરેશન કોઈપણ જટિલ નાગરિક માળખાને અસર કરતું નથી. વર્તમાન મુશ્કેલી યૂક્રેનથી ઉપજી છે.HS