યૂક્રેનમાં ફસાયેલા ભાઈ -બહેન ગોધરા ઘરે પરત ફરતા સ્વાગત કરાયું

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) યુક્રેનથી હેમખેમ પરત આવેલા ગોધરાના જીગ્નેશ અને ભાર્ગવી પંડ્યા બંને ભાઈ બહેનને જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિન પટેલ , મહામંત્રી કુલદીપસિંહ સોલંકી , શહેર ભાજપ પ્રમુખ દિલીપ દસાડીયા સહિતે તેમના નિવાસસ્થાને પહોંચી સ્વાગત કરી શુભેચ્છાઓ પાઠવી હતી .
અને એમબીબીએસના અભ્યાસ માટે યુક્રેનમાં રહેતાં ભાઈ બહેન યુદ્ધ બાદ હેમખેમ પરત ઘરે આવી ગયા છે.તેઓએ સરકાર એમ્બેસીએ ખૂબ સારી મદદ કરી હોવાનું જણાવી આભાર વ્યક્ત કર્યો હતો.જાેકે ભાર્ગવી પંડ્યાએ ગદગદિત સ્વરે જણાવ્યું હતું કે અમે ઘરે આવી ગયા જેનાથી અમારા પરિવારને રાહત થઈ અને ખુશી જરૂર થઈ છે
પરંતુ અન્ય વિદ્યાર્થીઓ યુક્રેનના કેટલાક શહેરમાં ફસાયેલા છે જેમની હાલત ખૂબ જ કોડી છે જે તમામને સરકાર હેમખેમ પરત લાવવા પ્રયાસ કરે અને તમામ વિદ્યાર્થીઓ પરત આવી ગયા પછી અમારી ખુશી હશે એમ જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે ગોધરા ખાતે રહેતો મહર્ષિ ભરતકુમાર પંડ્યા અને હર્ષિલ નિમેશકુમાર જાેષી પણ મોડી રાત્રે હેમખેમ પોતાના ઘરે આવી જતાં જ સ્વજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.