યૂઝરે અમિતાભ બચ્ચનને કહ્યું હિન્દીમાં પોસ્ટ કરો ને
મુંબઈ, બોલિવુડ એક્ટર અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખાસ્સા એક્ટિવ રહે છે. તો સોશિયલ મીડિયા ટ્રોલર્સને બિગ બી બક્ષતા નથી. થોડા દિવસ પહેલા જ એક યૂઝરે બિગ બીને કહ્યું હતું કે, ‘કોરોના તમારો જીવ લઈ લે’, જેનો તેમણે સખત શબ્દોમાં જવાબ આપ્યો હતો.
વેસ્ટર્ન ટાઈમ્સ ગુજરાતી epaper pdf ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
હવે આવા જ એક યૂઝર સાથે ફરી એકવાર બિગ બીને બોલવાનું થયું છે. બન્યું એવું કે, એક યૂઝરે અમિતાભ બચ્ચને ટેગ કરીને લખ્યું કે, ‘તમે પોસ્ટ હિન્દીમાં મૂકવાનું રાખો તો સારું રહેશે.’ બસ, પછી શું બિગ બીએ પોતાના જ અંદાજમાં આ યૂઝરની ટીખળ કરી લીધી. અમિતાભે જવાબ આપતાં લખ્યું, “તમે પણ આ જે પોસ્ટ શબ્દ લખી છે તેને હિન્દીમાં લખો ને.
અમિતાભ બચ્ચન ઘણા અંગ્રેજી શબ્દોનો હિન્દી અર્થ જણાવતી પોસ્ટ પણ મૂકે છે. હાલમાં જ બિગ બીએ એક પોસ્ટ મૂકી હતી જેમાં અંગ્રેજીને અઘરી ભાષા ગણાવતા લખ્યું કે, એક જ શબ્દના કેવી રીતે બે અર્થ થાય છે. મહત્વનું છે કે, એક મહિના પહેલા બચ્ચન પરિવારના ચાર સભ્યો કોરોના સંક્રમિત થયા હતા. અમિતાભ બચ્ચન ઉપરાંત અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યા બચ્ચનને કોરોનાનો ચેપ લાગ્યો હતો. જો કે, હવે ચારેય સભ્યોનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને હોસ્પિટલમાંથી ઘરે આવી ગયા છે.SSS