Western Times News

Gujarati News

યૂપીમાં લખીમપુર ખીરીની ઘાઘરા નદીમાં બોટ પલટી જતા ૧૦ લોકોના મોત

File Photo

લખનૌ, ઉત્તર પ્રદેશના લખીમપુર જિલ્લામાં બુધવારે મોટી દુર્ઘટના બની છે. જ્યાં ઘાઘરા નદીમાં એક બોટ પલટી જવાના સમાચાર મળ્યા છે. બોટ પર સવાર ૧૦ લોકો વહી ગયા છે. સ્થળ પર રેસ્ક્યૂ ઓપરેશન ચાલું છે.

જાણકારી મુજબ લખીમપુર ખીરી જિલ્લામાં ઘૌરહરા તાલુકાના થાના ઈસાનગર વિસ્તારમાં મિર્ઝાપુર ગામમાં આ ઘટના બની છે. મનાઈ રહ્યું છે કે બુધવારે સવારે એક બોટ ઘાઘરા નદીમાં પલટી ગઈ. બોટ પર સવાર ૧૦ લોકો ઘાઘરા નદીમાં વહી ગયા છે.

આ સંખ્યા ઘટી અથવા વધી શકે છે. ઘટનાની માહિતી મળતા જિલ્લાધિકારી અને પોલીસ અધિક્ષક ઘટનાસ્થળ તરફ રવાના થયા છે. સ્થળ પર એક સ્ટીમર પહોંચી ચૂકી છે.

ગ્રામ પંચાયત મિરઝાપુર ગામમાં ૮ થી ૧૦ લોકો બોટ લઈ સવારે નદી પાર કરતા ખેતર જાેવા જઈ રહ્યા છે. ત્યારે ગામજનોનું કહેવું છે કે નદીમાં વહી આવેલી લાકડીઓ ઉઠાવવા માટે ગામમાં ૧૦ લોકો બોટ પર સવાર થઈ ગયા હતા જે અચાનક બોટ પલટી જતા ઘટના બની હતી.

બોટ પર સવાર લોકોમાં સુંદર પુત્ર ગયા પ્રસાદ, ત્રિમોહન પુત્ર સુંદર, અશોક કુમાર પુત્ર ગયા પ્રસાદ, ઢોડે પુત્ર નનકુ, દીપૂ પુત્ર નનકઉ, સુરેન્દ્ર કુમાર પુત્ર નનકઉ, કુપા દયાલ પુત્ર મોહન, મુરારી પુત્ર મૌજીલાલ, રાજુ પુત્ર શૈલાફી ગણાવવામાં આવે છે. સ્થળ પર એસડીએમ ઘૌરહરા રેનૂ, થાના અધ્યક્ષ રાજ કરણ શર્મા, તલાટી સંતોષ કુમાર શુક્લા રેસ્ક્યૂ દળના સાથે હાજર છે. ત્યારે ડીએમ ડો. અરવિંદ કુમાર ચૌરસિયાએ જણાવ્યું કે તે સ્થળ પર પહોંચી રહ્યા છે. જ્યારે ગામમાં હાજપ એસડીએમ રેનુએ જણાવ્યું કે હાલ કોઈ ખરાઈ નથી થઈ રહી. સૂચનાના આધારે અમે એલર્ટ છીએ. રેસ્ક્યૂનો પ્રયાસ થઈ રહ્યો છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.