યેદિયુરપ્પા સરકાર ચલાવવાની સ્થિતિમાં નથી: ભાજપના ધારાસભ્ય
બેંગ્લુરૂ: કર્ણાટકમાં રાજનીતિક ઉથલપાથલ જારી છે જાે કે ભાજપ નેતૃત્વ પરિવર્તનની અટકળોને રદ કરી રહી છે પરંતુ રાજકીય હિલચાલ જાેઇ પાર્ટીની અંદર બધુ બરાબર નજરે પડી રહ્યું નથી આજ કારણ છે કે ભાજપ મહામંત્રી અરૂણ સિંહે કર્ણાટકમાં બધુ બરોબર કરવા માટે અહીં તંબુ તાણ્યા છે.કર્ણાટકના મુખ્યમંત્રી બી એસ યેદિયુરપ્પા અને બળવાખોર ધારાસભ્યો વચ્ચે જારી ખેંચતાણથી એવું લાગે છે કે એક વાર ફરી રાજયમાં રાજકીય નાટક જાેવા મળી શકે છે. હવે ભાજપના ધારાસભ્ય એ એચ વિશ્વનાથે યેદિયુરપ્પાના નેતૃત્વ પર સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે તે સરકાર ચલાવવાની સ્થિતિમાં નથી
ભાજપના ધારાસભ્ય એ એચ વિશ્વનાથે કહ્યું કે સરકાર અને પાર્ટીની બાબતમાં જનતાનો મત નકારાત્મક છે આ સારી વાત નથી ભાજપ મહામંત્રી અરૂણ સિંહને મેં કહ્યું છે કે યેદિયુરપ્પાની ઉમર,તેમનું આરોગ્ય જેતા તે મુખ્યમંત્રી તરીકે સરકાર ચલાવવાની સ્થિતિમાં નથી તેમના માર્ગદર્શનમાં તે સ્થાન પર કોઇ અન્યને મુખ્યમંત્રી બનાવી દેવા જાેઇએ સરકારમાં પારિવારિક હસ્તક્ષેપથી વસ્તુ વધુ ખરાબ થશે તેમણે વધુમાં કહ્યું કે બી વાઇ વિજયેન્દ્ર અને તેમના દોસ્ત કહેતા હતાં કે આપણે પૈસા એકત્રિત કરીએ છીએ અને તે દિલ્હી જાય છે અહીં પણ ખરાબ પ્રચાર થઇ રહ્યો છે. મેં આ બાબતે અરૂણ સિંહે પણ બતાવ્યું છે.
એ યાદ રહે કે કર્ણાટક ભાજપની અંદર ખેંચતાણને દુર કરવા માટે અરૂણ સિંહ ત્રણ દિવસના કર્ણાટકના પ્રવાસે બેંગ્લુર આવ્યા છે અને આ દરમિયાન તે સત્તાધારી પક્ષના ધારાસભ્યોની સાથે ચર્ચા કરશે એ પ્રદેશ ભાજપની કોર કમિટીને સંબોધન કરશે
કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તનની અટકળો વચ્ચે તાજેતરમાં અરૂણ સિંહે મુખ્યમંત્રી બદલવાના અહેવાલોને નકારી દીધા હતાં અને કહ્યું હતું કે યેદિયુરપ્પા પદ પર બની રહેશે માનવામાં આવી રહ્યું છે કે ભાજપનો એક વર્ગ યેદિયુરપ્પાને પદેથી હટાવવાનું દબાણ બનાવી રહ્યો છે.કર્ણાટકના મુખ્યમંત્રી બી એસ યેદિયુરપ્પાની ખુરશીને લઇ ચાલી રહેલ અટકળો વચ્ચે રાજય ભાજપના પ્રભારી અને પાર્ટના રાષ્ટ્રીય મહામંત્રી અરૂણ સિંહે કહ્યું કે પાર્ટીમાં કોઇ મતભેદ નથી મીડિયા સાથે વાતચીતમાં અરૂણ સિંહે કહ્યું કે પાર્ટીમાં કોઇ મતભેદ નથી અને અને એક છીએ મુખ્યમંત્રી બી એસ યેદિયુરપ્પાના નેતૃત્વમાં સારૂ કામ ચાલી રહ્યું છે.