Western Times News

Gujarati News

યે રિશ્તામાંથી એક્ઝિટ થયા બાદ પૂજા જોશીએ ખોલ્યું સલૂન

મુંબઈ, યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં આશરે આઠ મહિના પહેલા લીપ આવ્યો હતો. અત્યારે અભિમન્યુ બિરલા અને અક્ષરા ગોયંકાની આસપાસ કહાણી ફરી રહી છે. રાજન શાહીને પ્રોડક્શન હાઉસ હેઠળ બનેલી આ સીરિયલ ૨૦૦૯માં ઓન-એર થઈ હતી.

જેની શરૂઆતમાં હિના ખાન (અક્ષરા) અને (કરણ મહેરા) લીડ રોલમાં દેખાડવામાં આવ્યા હતા. બંનેની જાેડીને દર્શકો તરફથી ખૂબ પ્રેમ મળ્યો હતો, આ સિવાય તે સમયે જે કાસ્ટ હતી તે પણ દર્શકોને પસંદ આવી હતી. આશરે આઠ-નવ વર્ષ બાદ કહાણીમાં ટિ્‌વસ્ટ લાવવામાં આવ્યો અને એક બાદ એક કરીને જૂની કાસ્ટમાંથી કલાકારોની એક્ઝિટ થઈ.

કેટલાક એક્ટર્સ નવા શો સાથે જાેડાયા તો કેટલાકે ફિલ્મોમાં ડેબ્યૂ કર્યું તો કેટલાકે આ દરમિયાન ટીવી ઈન્ડસ્ટ્રીમાંથી બ્રેક લીધો. આ વચ્ચે એક એક્ટ્રેસ એવી છે જેણે પોતાનું સલૂન ખોલ્યું છે અને વર્ષો પહેલા જાેયેલું સપનું કર્યું છે. યે રિશ્તા ક્યા કહેલાતા હૈની જે એક્ટ્રેસે સલૂન ખોલ્યું છે તેનું નામ છે પૂજા જાેશી.

સીરિયલમાં તેણે વર્ષાનું પાત્ર ભજવ્યું હતું, જે અક્ષરાની ભાભી હતી. પૂજા જાેશીએ તેના સલૂનનું નામ ‘રોમીલાસ’ પાડ્યું છે. સલૂનનું ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પણ તેણે ઓપન કર્યું છે. આ માટે શોમાં તેની સાથે કામ કરી ચૂકેલી એક્ટ્રેસિસે અભિનંદન પણ પાઠવ્યા છે.

લત્તા સબરવાલ જેણે YRKKHમાં રાજશ્રી મહેશ્વરીનું (અક્ષરાના મમ્મી) પાત્ર ભજવ્યું હતું, તેણે અભિનંદન પાઠવતાં લખ્યું છે ‘તારા આ નવા સાહસ માટે અભિનંદન. તો નિધિ ઉત્તમ જે અક્ષરાની નણંદ બની હતી અને નંદિની સિંઘાનિયાનું પાત્ર ભજવ્યું હતું તેણે લખ્યું છે ‘આ નવું સાહસ તારા જીવનમાં ખૂબ ખુશીઓ લાવે તેવી શુભેચ્છા’. હાલમાં ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ની ‘ગર્લ ગેંગ’નું રિયુનિયન થયું હતું.

બધા વર્ષો બાદ એકબીજાને મળીને ખુશ થયા હતા. રિયુનિયનમાં લત્તા સબરવા, પૂજા જાેશી, શિરિન સેવાણી, નેહા સરુપા, મેધા જાંબોટકર, નિધિ ઉત્તમ અને નીલિમા નીલની સાથે-સાથે હિના ખાન પણ જાેડાઈ હતી. સીરિયલમાં બધી એક્ટ્રેસિસ સાડી અને ઘરેણાંમાં મળતી હતી.

જાે કે, રિયુનિયનમાં તમામ વેસ્ટર્ન વેઅરમાં આવી હતી. લત્તા સબરવાલે ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર કેટલીક તસવીરો શેર કરી હતી. આ સાથે લખ્યું હતું ‘અદ્દભુત સાંજ માટે આભાર!! તમારો સમય, પ્રેમ અને સંગાથ આપવા માટે આભાર’.

આ સિવાય બધાએ સાથે મળીને ઈન્સ્ટાગ્રામ પર રિલ પણ બનાવી હતી. યે રિશ્તા ક્યા કહેલાતા હૈના હાલના ટ્રેકની વાત કરીએ તો, છેલ્લા ઘણા સમયથી #Abhira એટલે કે અભિમન્યુ અને અક્ષરાના લગ્નની સીક્વન્સ દેખાડવામાં આવી રહી હતી. આખરે બંનેના લગ્ન થઈ ગયા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.