“યે રિશ્તા ક્યા કહેલાતા હૈ”માં કમબેક કરશે શિવાંગી?
અભિમન્યુ-અક્ષરાના લગ્નમાં આપશે હાજરી!
શિવાંગી જાેશીએ સાડીમાં તસવીર શેર કરતાં તે Abhiraના લગ્નમાં જવાની હોવાની વાતો વહેતી થઈ.
મુંબઈ,રાજન શાહીના સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં ગયા વર્ષે લીપ આવ્યા બાદ મોહસિન ખાન અને શિવાંગી જાેશીની એક્ઝિટ થઈ હતી. આશરે સાડા પાંચ વર્ષ સુધી શિવાંગી જાેશીએ નાયરા જ્યારે મોહસિન ખાને કાર્તિકનું પાત્ર ભજવ્યું હતું. સીરિયલમાં બંનેની કેમેસ્ટ્રી એટલી જબરદસ્ત હતી કે ફેન્સે તેમને પ્રેમથી હુલામણું નામ કાયરા આપ્યું હતું. શિવાંગી અને મોહસિનની એક્ઝીટ બાદ સીરિયલમાં નવી જાેડી હર્ષદ ચોપરા (ડૉ. અભિમન્યુ બિરલા) અને પ્રણાલી રાઠોડથી (અક્ષરા) એન્ટ્રી થઈ. જેને ફેન્સ ઈંછહ્વરૈટ્ઠિ કહીને બોલાવે છે.
આ બંને એક્ટરે ભલે પોતાનું સ્થાન જમાવી લીધું હોય પરંતુ ફેન્સ હજી પણ ઈંદ્ભટ્ઠૈટ્ઠિને ભૂલ્યા નથી. સીરિયલમાં હાલ અભિમન્યુ અને અક્ષરાના લગ્ન દેખાડવામાં આવી રહ્યા છે. એક-બે દિવસ પહેલા શિવાંગી જાેશીએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર વ્હાઈટ સાડીમાં એક તસવીર શેર કરી હતી. મિનિમલ મેકઅપ અને ઈયરિંગ્સમાં તે સુંદર લાગી રહી હતી. આ તસવીર પરથી તેની ફરીથી ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં એન્ટ્રી થવાની હોવાની અને અભિમન્યુ-અક્ષરાના લગ્નમાં હાજરી આપવાની હોવાની અટકળો વહેતી થઈ હતી. જાે કે, એક્ટ્રેસે પોતે જ સીરિયલમાં કમબેક ન કરવાની હોવાની સ્પષ્ટતા કરી દીધી છે.
બોલિવુડ લાઈફ સાથેની વાતચીતમાં શિવાંગી જાેશીએ કહ્યું હતું કે, ‘હું સીરિયલમાં આવવાની હોવાની વાત સાચી નથી’. એક્ટ્રેસની વાત પરથી સ્પષ્ટ થાય છે કે, ઓનસ્ક્રીન દીકરી અક્ષરાના અભિમન્યુ બિરલા સાથેના લગ્નમાં તે આવવાની નથી. અભિમન્યુ અને અક્ષરાના લગ્ન શાહી અંદાજમાં થવાના છે. આ માટે ટીમ થોડા દિવસ પહેલા જ રાજસ્થાન પહોંચી ગઈ છે.
લગ્નના સીનના શૂટિંગ માટે જયપુરથી ૫૦ કિમી દૂર આવેલી હેરિટેજ પ્રોપર્ટીને ભાડેથી લેવામાં આવી છે. લગ્નમાં પણ ખૂબ ડ્રામા થશે તેમ કહેવામાં આવી રહ્યું છે. વર્ક ફ્રંટની વાત કરીએ તો, ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ને અલવિદા કહ્યા બાદ શિવાંગી જાેશી ‘બાલિકા વધૂ ૨’માં જાેવા મળી હતી. જેમાં તેણે આનંદીનું પાત્ર ભજવ્યું હતું. જાે કે, સીરિયલ થોડા જ સમયમાં ઓફ-એર થઈ હતી. શિવાંગી જાેશી કેટલાક મ્યૂઝિક વીડિયોમાં પણ કામ કરી ચૂકી છે, જેમાથી એક મોહસિન ખાન સાથેનો હતો.sss