યે રિશ્તા ક્યા કહેલાતા હૈ શો કાર્તિક નથી છોડી રહ્યો
મુંબઈ, યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ટેલિવિઝનના પોપ્યુલર શોમાંથી એક છે. હિના ખાન અને કરણ મહેરાની એક્ઝિટ બાદ, મોહસિન ખાન અને શિવાંગી જાેશી શોના પિલ્લર બન્યા છે. શરુઆતમાં, ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ને સારી ટીઆરપી મળી રહી હતી, પરંતુ છેલ્લા કેટલાક મહિના ખરાબ રહ્યા છે.
જેના કારણે મેકર્સ માટે પણ તે ચિંતાનો વિષય બન્યો છે. તેઓ શોને ટોપ ૫માં લાવવા માટે પૂરતા પ્રયાસ કરી રહ્યા છે પરંતુ તે કામ કરી રહ્યું નથી. થોડા સમય ચર્ચા હતી કે મેકર્સ જનરેશન લીપ લાવવાનું વિચારી રહ્યા છે, જેના કારણે કાર્તિકનું પાત્ર ભજવી રહેલો મોહસિન ખાન શો છોડી રહ્યો છે.
જાે કે, મોહસિન ખાન અને મેકર્સમાંથી કોઈએ આ વાતની પુષ્ટિ કરી નથી. મોહસિન ખાન શો છોડી રહ્યો હોવાની અફવાથી ફેન્સ નિરાશ થયા હતા અને શિવાંગી જાેશી પણ શો છોડી દે તેવી ઈચ્છા તેમણે વ્યક્ત કરી હતી. તેમણે ટિ્વટર પર ટ્રેન્ડ કર્યું હતું. જાે કે, લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે મોહસિન ક્યાંય જઈ રહ્યો નથી. રિપોર્ટ્સ પ્રમાણે, મેકર્સ મોહસિન ખાન અને શિવાંગી જાેશીને ફેન્સને મોટી સરપ્રાઈઝ આપવાની તૈયારી છે.
સ્પોટબોયે સૂત્રોના આધારે છાપેલા રિપોર્ટ પ્રમાણે ‘મોહસિન નજીકના ભવિષ્યમાં શો છોડવાનો નથી. હકીકતમાં શોના અપકમિંગ ટ્રેકમાં મોહસિન અને શિવાંગીના ભવ્ય લગ્ન દેખાડવાનું પ્લાનિંગ થઈ રહ્યું છે’. શોમાં હાલ, કાર્તિકને સિરત પ્રત્યેના પ્રેમનો અહેસાસ થયો છે. અપકમિંગ એપિસોડમાં કાર્તિક લગ્ન માટે સિરતને પ્રપોઝ કરશે. શરૂઆતમાં તે ના પાડશે પરંતુ બાદમાં તે રાજી થશે.
વેડિંગ સીનનું શૂટિંગ આઉટડોર થશે. અગાઉ સૂત્રોએ માહિતી આપી હતી કે, ‘મોહસિને હવે આગળ વધવાનું મન બનાવી લીધું છે. શોમાં હવે જનરેશન લીપ આવવાનો છે અને તે મોટી ઉંમરના વ્યક્તિનો રોલ નથી કરવા માગતો. માટે જ તેણે ટૂંકો બ્રેક લેવાનું નક્કી કર્યું છે.SSS