“યે રિશ્તા ક્યા કહેલાતા હૈ”માં અમિ ત્રિવેદીની એન્ટ્રી થશે
મુંબઈ, ટીવીની લોકપ્રિય અને લાંબા સમયથી ચાલતી સીરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં હવે ત્રીજી પેઢીની સ્ટોરી શરુ થવાની છે. ટુંક જ સમયમાં સીરિયલનો ટ્રેક બદલાઈ જવાનો છે. મોહસિન ખાન અને શિવાંજી જાેશીએ શૉ છોડી દીધો છે અને હવે નવી કાસ્ટ જાેવા મળવાની છે.
મોહસિન અને શિવાંગીએ શૉ છોડી દીધો તો ફેન્સ ઘણાં નિરાશ થયા છે. લોકોને મોહસિન અને શિવાંગીની જાેડી ખૂબ પસંદ આવતી હતી. લોકો કાર્તિક-નાયરા અને કાર્તિક-સીરતની જાેડીના ફેન હતા. પરંતુ હવે શમાં અભિમન્યુના રોલમાં હર્શદ ચોપરા, અક્ષરાના રોલમાં પ્રણાલી રાઠોડ અને આરોહીના રોલમાં કરિશ્મા સાવંત જાેવા મળશે. આ સિવાય નાયરા અને કાર્તિકના દીકરા કાયરવના રોલમાં મયંક અરોરા જાેવા મળશે.
એક રિપોર્ટ અનુસાર, પાપડ પોળ ફેમ અભિનેત્રી અમિ ત્રિવેદી અભિમન્યુ એટલે કે હર્ષદ ચોપરાના માતાના રોલમાં જાેવા મળશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સીરિયલમાં અમિ અને હર્ષદ વચ્ચે રસપ્રદ કેમિસ્ટ્રી બતાવવામાં આવશે, જે જાેવાની દર્શકોને મજા પણ પડશે અને તેમના માટે તે એક સરપ્રાઈઝ પણ હશે. અમિ ત્રિવેદીની વાત કરીએ તો તેમણે પાપડ પોળ સિવાય અનેક ટીવી સીરિયલમાં કામ કર્યું છે.
રસપ્રદ બાબત એ છે કે લોકપ્રિય સીરિયલ અનુપમા માટે અમિની પસંદગી કરવામાં આવી હતી. અનુપમાનો રોલ કરવા માટે અમિ અને રુપાલી ગાંગુલી વચ્ચે કોમ્પિટિશન હતી.
સૂત્રના જણાવ્યા અનુસાર, અમિ ત્રિવેદીએ અનુપમા માટે આપેલા મોક શૂટથી પ્રોડ્યુસર રાજન શાહી ઘણાં ઈમ્પ્રેસ થયા હતા અને તેમણે અમિને કહ્યુ હતું કે, જ્યારે પણ તેમને એવો કોઈ રોલ મળશે જે અમિની પર્સનાલિટી સાથે મેચ થતો હશે તો તે ચોક્કસપણે તેને ઓફર મોકલશે.
માટે હવે જ્યારે યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માટે નવી કાસ્ટ લેવામાં આવી તો અમિને આ રોલ ઓફર કરવામાં આવ્યો અને ઓડિશન પણ નથી લેવામાં આવ્યું. અક્ષરા અને આરોહીનો રોલ કરનારી અભિનેત્રીઓ પ્રણાલી અને કરિશ્મા આ પ્રોજેક્ટ મળવાને કારણે ઘણાં ખુશ છે.
આટલી લોકપ્રિય સીરિયલથી પોતાના કરિયરની શરુઆત થતી હોવાને કારણે તેઓ ઘણાં ઉત્સુક છે. ઉલ્લેખનીય છે કે શૉમાં અક્ષરા અને કાયરવ નાયરા અને કાર્તિકના બાળકો છે જ્યારે આરોહી સીરત અને કાર્તિકની દીકરી છે. અભિમન્યુ તેમના જીવનમાં આવશે પછી સંબંધો કઈ રીતે બદલાય છે તે જાેવું રસપ્રદ રહેશે.SSS