યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ફેમ આયુષ વિઝે લગ્ન કર્યા

મુંબઈ, ટીવીની લોકપ્રિય સીરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં મોહિતના પાત્રથી ફેમસ થયેલા એક્ટર આયુષ વિઝ તાજેતરમા જ લગ્નના બંધનમાં બંધાયો છે. ટીવી એક્ટર આયુષે સાક્ષી કોહલી સાથે લગ્ન કર્યા છે. આ કપલે ૩૧મી ઓક્ટોબરના રોજ સાત ફેરા લીધા હતા.
આયુષ વિઝની બહેન આરિયાએ લગ્નની તસવીરો અને વીડિયો પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શેર કરી છે. આરિયાએ પોતાનો ભાઈ અને ભાભી સાથેનો ફોટો શેર કર્યો છે. તસવીરમાં જાેઈ શકાય છે કે નવપરીણિત કપલ ખૂબ સુંદર લાગી રહ્યું છે.
આયુષે ઓફ વાઈટ કલરની શેરવાની પહેરી હતી અને માથા પર ગુલાબી રંગનો સાફો પહેર્યો હતો. સાક્ષી કોહલીએ ગુલાબી અને ગોલ્ડન રંગનો લહેંઘો પહેર્યો હતો. ભાઈના લગ્નનાં આરિયા પણ અત્યંત સુંદર લાગી રહી હતી. આયુષના લગ્નમાં રોહન મેહરા અને શાઈની દિક્ષિત હાજર રહ્યા હતા. રોહન મહેરાએ પણ સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો શેર કરી હતી.
આયુષના જે મિત્રો લગ્નમાં હાજર નથી રહી શક્યા તેમણે સોશિયલ મીડિયા પર આરિયાની પોસ્ટના કમેન્ટ સેક્શનમાં શુભકામનાઓ પાઠવી હતી. યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ફેમ હિના ખાન એટલે કે શૉની અક્ષરાએ પણ કમેન્ટ સેક્શનમાં શુભકામનાઓ પાઠવી હતી.
હિના ખાને લખ્યું કે, તમને ખુબ ખુભ અભિનંદન. હિના ખાનના બોયફ્રેન્ડ રોકી જયસ્વાલે પણ શુભકામના પાઠવી છે. વર્ક ફ્રંટની વાત કરીએ તો, આયુષ વિઝ પ્રોડક્શન ક્ષેત્રમાં કાર્યરત છે. તેણે સ્ટ્રીટ ડાન્સર અને રેસ ૩ જેવી ફિલ્મોમાં રેમો ડિસૂઝા સાથે કામ કર્યું છે. તેની પત્ની સાક્ષી કોહલી એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીથી નથી. પ્રાપ્ત જાણકારી અનુસાર, સાક્ષી કોહલી વ્યવસાયે કાઉન્સિલર છે.
આ વર્ષની શરુઆતમાં જ તેમણે પોતાની સગાઈની જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે યે રિશ્તા ક્યા કહેલાતા હૈ સીરિયલની શરુઆત થઈ ત્યારે આયુષ નૈતિકની બહેન નંદિનીના પતિના રોલમાં જાેવા મળ્યો હતો. મોહિત નૈતિકનો ખાસ મિત્ર પણ હતો. થોડા સમય પછી તેણે આ શૉ છોડી દીધો હતો.SSS