યે લો આઝાદી કહી યુવક દ્વારા જામિયામાં ગોળીબાર
નવીદિલ્હી: પાટનગર દિલ્હીના જામિયાનગરમાં દિનદહાડે ગોળીબારની ઘટનાથી દેશભરમાં ખળભળાટ મચી ગયો છે. પોલીસની ઉપસ્થિત માં બંદૂક લહેરાવીને એક વ્યક્તિએ વિદ્યાર્થી પર ગોળીબાર કરી દીધો હતો. યે લો આઝાદી કહીને આ વ્યક્તિએ ગોળીબાર કરી દીધો હતો. જા કે, મોડેથી ગોળીબાર કરનાર આ શખ્સની ધરપકડ કરી લેવામાં આવી હતી. તેની પુછપરછ ચાલી રહી છે.
આજે જામિયાનગર વિસ્તારમાં સીએએના વિરોધમાં દેખાવ દરમિયાન આ શખ્સે ગોળી ચલાવી દીધી હતી. ગોળી ચલાવનાર વ્યક્તિએ કહ્યું હતું કે, મેં તુમ લોગો કો આઝાદી દિલાતા હૂં. આરોપીનું નામ ગોપાલ હોવાનું જાણવા મળ્યું છે. તે ઘણા દિવસથી આવી ઘટનાને અંજામ આપવા માટે પ્લાનિંગ કરી રહ્યો હતો. ઘટનાથી પહેલા આ વ્યક્તિએ અનેક ફેસબુક પોસ્ટ પણ કર્યા હતા. ફેસબુક લાઈવ પણ કર્યા હતા. ગોળી ચલાવનાર વ્યક્તિએ પિસ્તોલ લહેરાવીને દિલ્હી પોલીસ જિંદાબાદ, જામિયા મિલિયા મુર્દાબાદના નારા લગાવ્યા હતા. આ ગોળીબારની ઘટનાથી આજે દિવસ દરમિયાન તંગદિલી રહી હતી. આ શખ્સની અટકાયત કરી લેવામાં આવી છે.
ફેસબુક પર પોતાને રામભક્ત કહેનાર ગોપાલે પોતાને તમામ સંગઠનોથી મુક્ત ગણાવ્યો છે. ૨૮મી જાન્યુઆરીના એક પોસ્ટમાં આ શખ્સે લખ્યું હતું કે, ૩૧મી જાન્યુઆરી સુધી તેના પોસ્ટને કોઇપણ વ્યક્તિનજરઅંદાજ ન કરે. ઘટનાને અંજામ આપવા માટે નિકળતા પહેલા પણ આ વ્યÂક્તએ સ્પષ્ટતા કરી હતી કે તે મારવા મરવાને લઇને તૈયાર છે. આજે એક પોસ્ટમાં લખ્યું હતું કે, તેની ઇચ્છા અંતિમસંસ્કાર માટે ભગવામાં લઇ જવાની રહેલી છે અને જયશ્રીરામના નારા લગાવવામાં આવે. તેના પરિવારની કાળજી લેવામાં આવે. શાહીન ભાગ ખેલ ખતમ જેવા પોસ્ટ પણ આ વ્યક્તિએ લખ્યા હતા.
તપાસ કરવામાં આવતા આ કિશોરની ઓળખ ગોપાલ તરીકે થઇ છે. તે ગ્રેટર નોઇડાનો નિવાસી છે. ગ્રેટર નોઇડના જેવરમાં રહેનાર આ યુવક ૧૨માં ધોરણમાં અભ્યાસ કરે છે. પરિવારના લોકો તેને સગીર ગણી રહ્યા છે. ઘરેથી સ્કુલ જવા માટે નિકળ્યો હોવાનું કહીને નિકળ્યો હતો.
જામિયા વિસ્તારમાં સીએએના વિરોધ પ્રદર્શન દરમિયાન આ શખ્સે ગોળી ચલાવી હતી. ગોળી ચલાવનારવ્યક્તિએ એ પિસ્તોલ હવામાં લહેરાવી હતી. ઘાયલ થયેલા જામિયાના એક વિદ્યાર્થીને ઇજા થઇ હતી. ઘાયલ વિદ્યાર્થીને હોલી ફેમિલી હોસ્પિટલમાં ખસેડાયો હતો જે હવે એમ્સ ટ્રોમાં સેન્ટરમાં દાખલ છે.
ડીસીપી દક્ષિણે માહિતી આપતા કહ્યું હતું કે, વિદ્યાર્થીઓ જામિયાથી રાજઘાટ સુધી માર્ચ કાઢવા ઇચ્છુક હતા પરંતુ તેમને મંજુરી અપાઈ ન હતી. શાંતિપૂર્ણરીતે દેખાવ કરવા કહેવામાં આવ્યું હતું. બીજી બાજુ આ ઘટનાને લઇને જારદાર રાજનીતિ શરૂ થઇ છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે ભાજપ પર પ્રહાર કર્યા છે. આ પક્ષોએ કહ્યું છે કે, અમિત શાહ ગૃહમંત્રી બન્યા બાદ દિલ્હીમાં કાનૂન વ્યવસ્થા ખરાબ થઇ ગઇ છે. ઘણી હત્યાઓ થઇ રહી છે. ૨૨૦થી વધુ ગોળીબારની ઘટનાઓ બની છે. કોંગ્રેસના નેતા મનિષ તિવારીએ પણ આને લઇને અમિત શાહ ઉપર પ્રહાર કર્યા છે.