યે હૈ મોહબ્બતેંની અભિનેત્રી શિરીન મિર્ઝાએ સગાઈ કરી

મુંબઈ: સીરિયલ યે હૈ મોહબ્બતેં’ની એક્ટ્રેસ શિરીન મિર્ઝાએ બોયફ્રેન્ડ હસન સરતાજ સાથે સગાઈ કરી લીધી છે. નજીકના મિત્રો અને પરિવારજનોની હાજરીમાં બે દિવસ પહેલા શિરીન અને હસનની સગાઈ થઈ હતી. શિરીનની ખાસ ફ્રેન્ડ અને એક્ટ્રેસ ક્રિષ્ના મુખર્જીએ સગાઈની ઘણી તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. શિરીને સગાઈમાં બ્લૂ રંગનો લહેંગો પહેર્યો હતો અને તેના પર પિંક રંગનો દુપટ્ટો ઓઢ્યો હતો.
જ્યારે શિરીનના બોયફ્રેન્ડ હસને સગાઈ માટે સૂટ પર પસંદગી ઉતારી હતી. હસને લેડી લવને ઘૂંટણિયે બેસીને વીંટી પહેરાવી હતી. આ વર્ષે વેલેન્ટાઈન્સ ડે પર હસને શિરીનને પ્રપોઝ કરી હતી. હવે બે દિવસ પહેલા તેમણે મિત્રો અને પરિવારજનોની હાજરીમાં રિવાજ પ્રમાણે સગાઈ કરી લીધી છે. શિરીન અને હસનની સગાઈની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. શિરીન મિર્ઝાએ હજી સુધી પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર સગાઈની તસવીરો પોસ્ટ નથી કરી.
જાેકે, તેણે એક વિડીયો શેર કર્યો છે જેમાં તે પોતાના સ્પેશિયલ દિવસ માટે તૈયાર થતી જાેવા મળે છે. આ વિડીયો શેર કરતાં શિરીને લખ્યું, “તમે અંદાજાે લગાવી શકો છો કે કયો પ્રસંગ છે? એક્ટ્રેસ ક્રિષ્ના મુખર્જીએ પણ શિરીન અને હસન સાથેની સગાઈના દિવસની કેટલીક ખાસ તસવીરો શેર કરી હતી. તસવીરોમાં ક્રિષ્ના શિરીન અને હસનની વચ્ચે ઊભી રહીને તેમના પર પ્રેમ વરસાવતી જાેવા મળી રહી છે.
આ તસવીરો શેર કરતાં ક્રિષ્નાએ લખ્યું, મને કબૂલ છે. દિલ્હીમાં રહેતા આઈટી પ્રોફેશનલ હસન સાથે શિરીનની મુલાકાત લોકડાઉન દરમિયાન થઈ હતી અને બંને વચ્ચે પ્રેમ પાંગર્યયો હતો. મુંબઈ એરપોર્ટ પર બંનેની મુલાકાત થઈ હતી અને શિરીન પોતાના ફોન માટે ચાર્જર શોધી રહી હતી ત્યારે બંને વચ્ચે વાતો શરૂ થઈ હતી. હસન ફેબ્રુઆરી મહિનામાં શિરીનને પ્રપોઝ કરવા માટે જયપુર ગયો હતો. શિરીન માટે આ સરપ્રાઈઝ હતી.