યોગાસન, રોપ મલખમ, પારકોર, એરિયલ સિલ્ક અને કરાટે જેવી રમતોનું પ્રદર્શન
અમદાવાદ – તા. ૧૨ માર્ચના રોજ અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ, ઇન્કમટેક્ષ ખાતે દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ખેલ મહાકુંભ ૨૦૨૨નું ઉદઘાટન કરવાના છે.
જેમા ઓલ્મપસ સ્પોર્ટસ એકેડમીમાં તાલીમ પામેલા વિદ્યાર્થીઓ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં યોગાસન, રોપ મલખમ, પારકોર, એરિયલ સિલ્ક અને કરાટે જેવી રમતોનું પ્રદર્શન કરશે. જેની ઓલ્મપસ સ્પોર્ટસ એકેડમીના વિદ્યાર્થીઓ પૂરજોશથી તૈયારીઓ કરતાં ઉપરોક્ત તસવીરમાં નજરે પડે છે.