યોગીના ચાર વર્ષના રાજમાં ૧૩૫ અપરાધિ ઠાર મરાયા
લખનૌ: યુપીમાં યોગી સરકાર અપરાધિઓથી ખુબ કડકાઇથી કાર્યવાહી કરી રહી છે યોગી રાજના ગત ચાર વર્ષોમાં પ્રદેશમાં પોલીસે ૧૩૫ અપરાધિઓને એન્કાઉન્ટરમાં ઠાર માર્યા છે જયારે ૧૩ પોલીસ કર્મચારીઓ પણ શહીદ થયા છે. જયારે અથડામણમાં ૩ હજારથી વધુ અપરાધી અને એક હજારથી વધુ પોલીસ કર્મચારીઓને ઇજા થઇ છે.
પ્રદેશ સરકારનો દાવો છે કે ગત ચાર વર્ષોમાં કાયદો વ્યવસ્થામાં અભૂતપૂર્વ સુધાર થયો છે ભયના કારણે અપરાધી પ્રદેશ છોડી ભાગી રહ્યાં છે તેમની ગેરકાયદેસર સંપત્તિઓ તોડી પાડવામાં આવી રહી છે.
ભાજપના પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહે સુલ્તાનપુરમાં એક ચૌપાલને સંબોધિત કરતા કહ્યું કે પહેલા યુપીમાં ગુંડા માફિયા માર્ગો પર જાહેરમાં ફરી રહ્યાં હતાં આજેે ગુંડા જેલ જઇ રહ્યાં છે અથવા તો રાજય છોડી રહ્યાં છે માફિયાની ગેરકાયદેસર સંપત્તિ પર બુલડોઝર ચાલી રહ્યું છે પ્રદેશમાં હવે કાનુનનું રાજ છે.
જાે કે પ્રદેશ સરકારની આ નીતિની વિરોધ પક્ષો ટીકા કરે છે કે એન્કાઉન્ટરમાં માસૂમ લોકોને નિશાન બનાવવામાં આવી રહ્યાં છે તેનો જવાબ આપતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ કડક ભાષામાં કહ્યું છે કે પ્રદેશમાં અત્યાર સુધી કોઇ નિર્દોષ પર કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી પ્રદેશમાં કાનુનનું રાજ છે ગુંડા જેલમાં જાય છે અથવા પ્રદેશ છોડી ભાગી રહ્યાં છે.રાજયમાં ધીમે ધીમે ગુંડા રાજનો અંત આવી રહ્યો છે અને નાગરિકો પોતાને સુરક્ષિત અનુભવી રહ્યાં છે.