Western Times News

Gujarati News

યોગીની જીતના જશ્નમાં ડૂબેલા ભાજપના કાર્યકરો, બુલડોઝર દ્વારા વિધાનસભા પહોંચ્યા

લખનૌ, ઉત્તર પ્રદેશમાં ફરી એકવાર યોગી આદિત્યનાથની સરકાર બની રહી છે.પાંચ રાજયોમાંથી ચાર રાજયોમાં ભાજપની જીત થઇ છે. આ જીતથી ભાજપના કાર્યકરોમાં ઉજવણીનો માહોલ જાેવા મળ્યો હતો.

પાર્ટીના કાર્યકર્તાઓએ ભાજપ કાર્યાલય ખાતે એકત્રિત થઇ ગયા હતાં અને પાર્ટીની જીત પર ડાન્સ કરતા જાેવા મળ્યા હતાં અને એકબીજાને મીઠાઈ ખવડાવી રહ્યા હતાં. બીજેપી કાર્યકર્તાઓ બુલડોઝર દ્વારા લખનૌ વિધાનસભા પહોંચ્યા અને જાેરદાર ઉજવણી કરી. કાર્યકરો બુલડોઝર પર ચઢીને જય શ્રી રામના નારા લગાવ્યા હતાં.

એ યાદ રહે કે ઉત્તરપ્રદેશમાં ભાજપ અને યોગી આદિત્યનાથે ઇતિહાસ રચી દીધો છે.ભાજપની જીત પાક્કી થતાં જ કાર્યકરો ભાજપ કાર્યાલય ખાતે પહોંચી ગયા હતાં અને ઢોલ નગારાના તાલ સાથે ઝુમી ઉઠયા હતાં.ફટાકડા પણ ફોંડયા હતાં. એક બીજા પર ભગવો રંગ લગાવી ઉજવણી કરતા નજરે પડી રહ્યાં હતાં કાર્યકરોએ પોલીસ કર્મચારીને પણ ફુલો નાખી તેમનો પણ આભાર માન્ય હતો.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.