યોગી આદિત્યનાથે કોંગ્રેસને ગણાવી આતંકવાદની જનની, જયારે સપાને વીછીનો દરજજાે આપ્યો

લખનૌ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે નામ લીધા વિના કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીને નિશાના પર લીધી હતી. કુશીનગરમાં સેકડો કરોડની પરિયોજનાનો શિલાન્યાસ કરતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે નામ લીધા વિના કોંગ્રેસને આતંકવાદની જનની અને સમાજવાદી પાર્ટીને વીંછીનો દરજ્જાે આપી દીધો હતો. યોગી આદિત્યનાથે સમાજવાદી પાર્ટી સાથે બહુજન સમાજ પાર્ટીને પણ ઘેરી હતી. તેમણે કહ્યું કે તેમની સરકારોએ પુરવઠો સુનિશ્ચિત ન કરતા લોકોને અંધારામાં રાખ્યા.
ભારતીય જનતા પાર્ટી ‘સબકા સાથ સબકા વિકાસ’ નારાને ગતિ આપવા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કુશીનગર પહોંચ્યા હતા. સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીની પૂર્વવર્તી સરકારો પર નિશાનો સાધતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે વર્ષ ૨૦૧૭ પહેલા રાશન મળતું નહોતું. અબ્બાજાન કહેવાતા લોકો તેને ખાઇ જતા હતા, કુશીનગરનું રાશન નેપાળ અને બાંગ્લાદેશ જતું હતું. આજે ગરીબોનું રાશન ખાઈ જનારા જેલ જશે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કપ્તાનગંજ અને તમકુહીરાજ વિધાનસભા વિસ્તારમાં બે જગ્યાઓ પર ૪૦૦ કરોડથી વધારાની પરિયોજનાઓનું શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું હતું. આ અવસર પર આયોજિત જનસભાઓને સંબોધિત કરતા તેમણે કહ્યું કે પહેલા અબ્બાજાન ગરીબો પર લૂટ ચલાવતા હતા. ગરીબોનું અન્ન સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીના લોકો ખાઈ જતા હતા. નોકરીના નામ પર વસૂલી થતી રહી. યોગ્ય સિલેક્શન થઈ શકતા નહોતા.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઇન્સેફેલાઇટિસનો ઉલ્લેખ કરતા કહ્યું કે વર્ષ ૧૯૭૭થી વર્ષ ૨૦૧૭ સુધી આ બીમારી દર વર્ષે ૭૦૦થી ૧૦૦૦ બાળકોના જીવ લઈ જતી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારત અભિયાન અને શુદ્ધ પેયજલની યોજના લાગુ કરીને આ જીવલેણ બીમારીને બંધ કરી દીધી. ભગવાન બુદ્ધની નગરી કુશીનગરથી જલદી જ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટની શરૂઆત થઈ જશે.
ભગવાન બુદ્ધના કારણે કુશીનગર દુનિયાના નકશામાં આવ્યું. ૧૩ શક્તિશાળી દેશોમાં ભગવાન બુદ્ધે ભારતનું શિક્ષણ અને સંસ્કૃતિ પહોંચાડી. અહીંથી પહેલી ફ્લાઇટ પણ આંતરરાષ્ટ્રીય હશે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે વર્ષ ૧૯૪૭થી જાતિ-ધર્મ, વિસ્તાર અને ભાષાના આધાર પર યોજનાઓ સંચાલિત થતી હતી. હવે કોઈ પણ ભેદભાવ વિના લોકોને યોજનાઓનો લાભ મળી રહ્યો છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સંતકબીર નગરમાં જિલ્લા કારાગાર સહિત ૨૪૫ કરોડની ૧૨૨ પરિયોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો હતો.HS