Western Times News

Gujarati News

યોગી આદિત્યનાથ અને ગોરખનાથ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

(એજન્સી)લખનૌ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ગોરખનાથ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા જ ખળભળાટ મચી ગયો હતો.

મેરઠની સાથે જ લેડી ડોન નામના ટિ્‌વટર એકાઉન્ટે લખનૌ વિધાનસભાને ઉડાવી દેવાની ધમકી આપી છે. પોલીસે સાવચેતીના પગલા તરીકે ગોરખનાથ મંદિરની આસપાસના વાહનોનું ચેકિંગ કર્યું છે. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

મળતી માહિતી મુજબ લેડી ડોન નામના ટિ્‌વટર હેન્ડલ પરથી એક પછી એક ત્રણ ટિ્‌વટ કરવામાં આવ્યા હતા. પહેલા ટ્‌વીટમાં લખ્યું હતું કે વિધાનસભા, લખનૌ રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ પર બોમ્બ મુકવામાં આવ્યો છે. યોગી આદિત્યનાથ પણ માર્યા જશે.

એક કલાક પછી ભીમ સેના પ્રમુખ સીમા સિંહ યોગી આદિત્યનાથને માનવ બોમ્બ તરીકે મારી નાખશે. રાશિદે બોમ્બ પ્લાન્ટ કર્યો છે. જે બાદ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી. દરમિયાન ટિ્‌વટ કરવામાં આવ્યું હતું કે સુલેમાનભાઈએ ગોરખનાથ મઠમાં આઠ જગ્યાએ બોમ્બ પ્લાન્ટ કર્યા છે.

તેનાથી યોગી આદિત્યનાથના રાગ ઉડી જશે. ટ્‌વીટમાં ફરી એકવાર સીમા સિંહના નામનો ઉપયોગ કરવામાં આવ્યો. એક કલાક પછી ફરી એક ટિ્‌વટ થયું અને મેરઠમાં દસ જગ્યાએ બોમ્બ વિસ્ફોટો વિશે લખવામાં આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.