યોગી આદિત્યનાથ ફરી વખત યુપીમાં સત્તામાં આવશેઃ સર્વે

નવી દિલ્હી, આવતા વર્ષની શરૂઆતમાં જ પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. એક ન્યૂઝ ચેનલ તરફથી સી-વોટર સર્વે કરવામાં આવ્યોછે. આ સર્વેમાં જનતાના મૂડને જાણવાની કોશિશ કરાઈ છે. સી-વોટર તરફથી કરાયેલા સર્વે મુજબ ઉત્તરપ્રદેશમાં એક વાર ફરી ભાજપ જ સત્તારૂઢ થઈ શકે છે.
વોટોની ગણતરી કરીએ તો ઉત્તરપ્રદેશમાં ભાજપ બાજી મારી શકે છે. સીટો પ્રમાણે જાેઈએ તો ભાજપનાં ખાતામાં ર૪૧ થી ર૪૯ બેઠકો આવી શકે છે. સમાજવાદી પાર્ટીના ખાતામાં ૧૩૦ થી ૧૩૮ બેઠકો આવી શકે છે. જ્યારે બીએસપી ૧પ થી ૧૯ની વચ્ચે અને કોંગ્રેસ ત્રણી સાત બેઠકોની વચ્ચે સમેટાઈ શકે છે.
આવતા વર્ષે ઉત્તરાખંડની ચૂંટણીઓમાં એક વાર ફરી ભાજપ બાજી મારી શકે છે. વોટની વાત કરીએ તો સર્વે મુજબ ભાજપને વધુ વોટ મળી શકે છે. ભાજપને ૪પ ટકા વોટ મળી શકે છે. કોંગ્રેસને ૩૪ ટકા, આમ આદમી પાર્ટીને ૧પ ટકા વોટ મળી શકે છે. ભાજપને ૪ર થી ૪૬ સીટ, કોંગ્રેસને ર૧ થી રપ સીટ અને આમ આદમી પાર્ટીને ૦ થી ૪ સીટ મળી શકે છે.
પંજાબની ૧૧૭ સભ્યોની વિધાનસભાની ચૂંટણીઓમાં આવતા વર્ષે ત્યાં વિપક્ષમાં બેઠેલી આમ આદમી પાર્ટીને મોટો ફાયદો થઈ શકે છે. સર્વે મુજબ આપ વોટીની બાબતમાં આગળ રહી શકે છે. કોેગ્રેસ નંબર ટુ પોઝિશન પર રહી શકે છે. ગોવામાં ભાજપને બહુમતી મળી શકે છે. સર્વે મુજબ ૪૦ સભ્યોની વિધાનસભામાં ભાજ સૌથી વધુ બેઠકો મેળવી શકે છે.