યોગી આદિત્યનાથ બતાવે કે નોઇડા ફિલ્મ સિટીનું શું થયું: સંજય રાઉત
મુંબઇ, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ફિલ્મ સિટીના પોતાના ડ્રીમ પ્રોજેકટને સાકાર કરવામાં લાગ્યા છે તકેના માટે તે બે દિવસીય મુંબઇ પ્રવાસે પહોંચ્યા છે.તેમણે નોઇડા ફિલ્મ સિટીને લઇ બોલીવુડ અભિનેતા અક્ષયકુમારની મુલાકાત પણ કરી હતી જયારે શિવસેના નેતા અને રાજયસભાના સાંસદ સંજય રાઉતે પુછયુ છે કે શું મુખ્યમંત્રી યોગી અન્ય રાજયોમાં બનેલી ફિલ્મ સિટીને લઇને પણ ત્યાંના કલાકારોથી વાત કરશે કે પછી મુંબઇમાં જ આવું કરનાર છે.
સંજય રાઉતે કહ્યું કે મુંબઇની ફિલ્મ સિટીને બીજી જગ્યાએ શિફટ કરવી સરળ નથી દક્ષિણ ભારતમાં પણ ફિલ્મ ઉદ્યોગ મોટો છે પશ્ચિમ બંગાળ અને પંજાબમાં પણ ફિલ્મ સિટી છે શું યોગી જી આ સ્થાનો પર પણ જશે અને ત્યાંના નિર્દેશકો કલાકારોથી વાત કરશે કે શું તે ફકત મુંબઇમાં જ આમ કરવા જઇ રહ્યાં છે
રાઉતે મુખ્યમંત્રી યોગીને સવાલ પુછયો કે પહેલા મુખ્યમંત્રી યોગીએ બતાવવું જાેઇએ કે નોઇડા ફિલ્મ સિટીનું શું થયું તેમણે કહ્યું કે મુંબઇની ફિલ્મ સિટીને કોઇ કયાંક લઇ શકે તેમ નથી.
જયારે કોંગ્રેસ નેતા સંજય નિરૂપમે કહ્યું કે બોલીવુડને કોઇ કયાંય લઇ જઇ શકે તેમ નથી અને ન તો તે કોઇ સરકાર કે રાજનીતિક પાર્ટીના સંરક્ષણની મોહતાજ છે સિનેમાના દિવાનોએ પોતાની મહેનતથી આ વિરાટ દુનિયાને વસાવી છે આ ઇટરનલ પ્રક્રિયા ૧૦૦ વર્ષોથી જારી છે નેતા લોકો તેને શિફટ કરે અથવા બચાવવાના સપનામાં ન રહે.
એ યાદ રહે કે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મંગળવારે રાતે મુંબઇના ટ્રાઇડેંટ હોટલમાં અભિનેતા અક્ષયકુમારની મુલાકાત કરી મુખ્યમંત્રી યોગી આ હોટલમાં રોકાયા છે.આ પ્રસંગ પર યોગીએ કહ્યું કે ઉત્તરપ્રદેશમાં ફિલ્મ નિર્માણની અસીમ સંભાવનાઓ છે.તેને કારણે રાજય સરકાર ફિલ્મ નીતિ ૨૦૧૮ના માધ્યમથી ફિલ્મ નિર્માણ ગતિવિધિઓને પ્રોત્સાહન આપી રહી છે. રાજયમાં ફિલ્મોના શુટીંગ થવાથી સ્થાનિક લોકોને રોજગાર અને પ્રદેશના કલાકારોને પોતાની પ્રતિભા પ્રદર્શિત કરવાની તક મળશે.HS