યોગી કેબિનેટમાં વડાપ્રધાનના નજીકના નેતાઓની એન્ટ્રી થઇ શકે છે

લખનૌ: ઉત્તરપ્રદેશમાં વિધાનસભા ચુંટણીની બરોબર પહેલા રાજય સરકારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નજીકના અને નવા ચહેરા અરવિંદ કુમાર શર્માની એન્ટ્રી થઇ શકે છે.ભાજપ સુત્રોનું કહેવુ છે કે પાર્ટીએ ૨૦૨૨ની વિધાનસભા ચુંટણી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહના નેતૃત્વમાં જ લડવાનો નિર્ણય કર્યો છે પરંતુ કેબિનેટમાં જરૂરી મોટા ફેરફાર જાેવા મળી શકે છે.ઉત્તરપ્રદેશમાં ગત દિવસોમાં ભાજપના સંગઠન મહામંત્રી બી એલ સંતોષ પહોંચ્યા હતાં અને રાજયના અનેક મંત્રીઓ અને ધારાસભ્યોથી અલગ અલગ મુલાકાત કરી હતી આ ઉપરાંત દિલ્હીમાં પર યુપીને લઇ વરિષ્ઠ નેતૃત્વની એક બેઠક થઇ હતી ત્યારબાદથી જ યુપી સરકારમાં ઓલ ઇઝ વેલ ન હોવાની અટકળો લગાવવામાં આવી રહી હતી.
ભલે જ યોગી આદિત્યનાથ અને સ્વતંત્ર દેવ સિંહે ભાજપને બનાવી રાખવાનો સંકેત આપી અટકળો પર વિરામ લગાવ્યું હોય પરંતુ બધુ જ સામાન્ય લાગી રહ્યું નથી જાે કે એ પણ સ્પષ્ટ છે કે ભાજપ યોગીની કેબિનેટમાં મોટા ફેરફાર કરી શકે છે. તેમાં જાતીય અને ક્ષેત્રીય સમીકરણોને સરકાર તરફથી સાધવાનો પ્રયાસ કરવામાં આવે તેવી સંભાવના છે
બી એલ સંતોષ અને રાધામોહન સિંહની ટીમે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યા ઉપરાંત અનેક મંત્રીઓ અને ધારાસભ્યોથી બેઠક કરી હતી ત્યારબાદ તેમનાથી મળેલ ફીડબેકથી કેન્દ્રીય નેતૃત્વને માહિતગાર કરાવ્યા હતાં કહેવામાં આવી રહ્યું છે કે બંન્ને નેતાઓને આરએસએસના કહેવા પર ભાજપ તરફથી મોકલવામાં આવ્યા હતાં. મેના અંતિમ દિવસોમાં આરએસએસના સરકાર્યવાહ દત્તાત્રેય હોસબાલે પણ લખનૌ આવ્યા હતાં
તેઓ પણ યુપીમાં સરકારના કામકાજના ફીડબેક અને વિધાનસભા ચુંટણીથી જાેડાયેલ તૈયારીઓને લઇને જ રોકાયા હતાં. કહેવાય છે કે ભાજપ વડા જે પી નડ્ડા આગામી મહીને યુપીનો પ્રવાસ કરી શકે છે. જેમાં તે પાર્ટી સંગઠનમાં ફેરબદલને લઇ ચર્ચા કરી શકે છે ભલે જ સોશલ મીડિયા પર તમામ અટકળો યોગી આદિત્યનાથને લઇ લગાવવામાં આવી રહી હોય પરંતુ ભાજપ નેતાઓએ ઓન ધ રેકોર્ડ યોગી આદિત્યનાથની પ્રશંસા કરી છે બી એલ સંતોષે પણ ગત દિવસોમાં ટ્વીટ કરી યોગી સરકારની કોરોનાનો સાનો કરવાને લઇ પ્રશંસા કરી હતી