Western Times News

Gujarati News

યોગી સરકારના ધર્માતરણ સંબંધી હિલને રાજયપાલે મંજુરી આપી

લખનૌ, ઉત્તરપ્રદેશમાં યોગી સરકાર દ્વારા પ્રસ્તાવિત ધર્માતરણ સંબંધી બિલને રાજયપાલે મંજુરી આપી દીધી છે. ઉત્તરપ્રદેશ કાયદા વિરૂધ્ધ ધર્મ પરિવર્તન પ્રતિષેધ અધ્યાદેશના મુસદ્દાને રાજયપાલની મંજુરી માટે બુધવારે રાજભવન મોકલવામાં આવ્યું હતું કેબિનેટની મંજુરી બાદ આ અધ્યાદેશના મુસદ્દાને રાજયપાલ પાસે મોકલવામાં આવ્યું હતું.

હવે રાજયપાલથી મંજુરી મળતા જ આ અધ્યાદેશના રૂપમાં યુપીમાં લાગુ થઇ ગયું છે હવે આ અધ્યાદેશને છ મહીનાની અંદર વિધાનમંડળના બંન્ને ગૃહોમાં પાસ કરાવવાનું રહેશે. એ યાદ રહે કે યોગી સરકારે ખોટું બોલી, છેંતરપીડી કે છલ પ્રપંચ કરી ધર્મ પરિવર્તનને રોકવા માટે આ અધ્યાદેશ લાવી છે હવે તેના લાગુ થવાથી ખોટું બોલી,છલ પ્રપંચ કરી ધર્મ પરિવર્તન કરવા કરાવનારા સાથે સરકાર કડકાઇથી પગલા લેશે જાે ફકત લગ્ન માટે યુવતીનો ધર્મ બદલવામાં આવ્યો તો આવા લગ્ન ફકત અમાન્ય જાહેર કરી દેવામાં આવશે એટલું જ નહીં ધર્મ પરિવર્તન કરનારાઓને ૧૦ વર્ષ સુધીની જેલની સજા ભોગવવી પડી શકે છે. રાજયપાલની મંજુરી મળ્યા બાદ જ આ કાનુન પ્રભાવી થઇ ગયું છે અને હવે આવા અપરાધ બિન જામીન માનવામાં આવશે અધ્યાદેશ અનુસાર કોઇ એક ધર્મથી અન્ય ધર્મમાં યુવતીનું ધર્મ પરિવર્તન ફકત એકમાત્ર પ્રયોજન લગ્ન કરવામાં કરવામાં આવશે તો આવા વિવાહ શૂન્ય અમાન્યની શ્રેણીમાં લાવવામાં આવશે.

અધ્યાદેશ અનુસાર એક ધર્મથી બીજા ધર્મમાં પરિવર્તન માટે સંબંધિત પક્ષોને વિહિત પ્રાધિકારીની સમક્ષ ઉદ્ધોષણા કરવાની રહેશે કે આ ધર્મ પરિવર્તન પુરી રીતે સ્વેચ્છાથી છે સંબંધિત લોકોને એ બતાવવું પડશે કે તેમના પર કયારેય પણ કોઇ પણ રીતના કોઇ પ્રલોભન કે દબાણ નથી અધ્યાદેશમાં ધર્મ પરિવર્તનના તમામ પાસાઓ પર જોગવાઇ નક્કી કરવામાં આવી છે તે અનુસાર ધર્મ પરિવર્તનની ઇચ્છુક હોવા પર સંબંધિત પક્ષોને નક્કી પ્રારૂપ પર જીલ્લા મેજિસ્ટ્રેટને બે મહીના પહેલા માહિતી આપવી પડશે. તેનો ભંગ કરવા પર છ મહીનાથી ત્રણ વર્ષ સુધીની સજા થઇ શકે છે આ અપરાધમાં ન્યુનતમ દંડ ૧૦,૦૦૦ રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે.

દબાણ નાખવું કે ખોટું બોલી અથવા કોઇ અન્ય કપટ પૂર્ણ રીતે જાે ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યું તો આ એક સંગીન ઉપરાધ માનવામાં આવશે આ બિનજામીન હશે અને પ્રથમ શ્રેણી મેજિસ્ટ્રેટની અદાલતમાં કેસ ચાલશે દોષ સિધ્ધ થયો તો દોષીને ઓછામાં ઓછા ૧ વર્ષ અને વધુમાં વધુ ૫ વર્ષની સજા ભોગવવી પડશે જયારે ૧૫ હજારનો દંડ પણ ભરવો પડશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.