યોગી સરકાર ૨૦ લાખ કિસાનોને શાકભાજીના બીજ મફત આપશે
ગોરખપુર, શાકભાજીની ખેતીને પ્રોત્સાહન આપવા માટે પ્રદેશની યોગી સરકાર રાજયના ૨૦ લાખ કિસાનોને શાકભાજીના બીજ (ખાતર) મફત આપશે.સરકાર તરફથી આ પગલુ કિસાનોની આવક બેગણી કરવાની દિશામાં ઉઠાવવામાં આવી રહ્યું છ આ વાત પ્રદેશના કૃષિ મંત્રી સૂર્ય પ્રતાપ શાહીએ જણાવ્યું હતું.તેઓ અહીં વિશ્વવિદ્યાલયમાં આયોજીત રાષ્ટ્રીય વેબિનારના ટેકનીકી સત્રને સંબોધન કર્યું હતું.
તેમણે કહ્યું કે પૂર્વાચલમાં કિસાનોની આવક બેગણી કરવા માટે બાગવાની કે શાકભાજી ફળોની ખેતી ખુબ યોગ્ય સાબિત થઇ શકે છે. પૂર્વાચલમાં હાગબાની વિસ્તારમાં ખુબ સંભાવના છે.તેમણે કહ્યું કે અનાજ જયાં છ મહીનામાં તૈયાર થાય છે ત્યાં શાકભાજી બેથી ત્રણ મહીનામાં તૈયાર થાય છે જરૂરત એ વાતની છે કે કિસાનોને એવી ટેકનીકની માહિતી આપવામાં આવે જેથી તે બાગવાનીથી વધુમાં વધુ આવક પ્રાપ્ત કરી શકે કિસાનોનું પછાતપણાનું કારણ એ છે કે તેમે સામયિત ટેકનીકી માહિતી નથી કૃષિ ક્ષેત્રમાં વિવિધીકરણ મલ્ટી ક્રોપિંગ સમયની માંગ છે તેમાં બાગવાની મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી શકે છે.તેમણે કહ્યું કે યોગી સરકાર કૃષિ ક્ષેત્રના વિકાસ માટે સતત પ્રયાસ કરી રહી છે.
છેલ્લા ત્રણ વર્ષમાં ૩૦૦ કરોડ રૂપિયા કૃષિ વિજ્ઞાન કેન્દ્રો અને અન્ય કૃષિ સંસ્થાનોને આપવામાં આવ્યા છે આજે લગભગ તમામ જીલ્લામાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર છે. તેમણે કહ્યું કે ખાતરની ગુણવત્તા સારી કરવા માટે વૈજ્ઞાનિકોએ આગળ આવવું જાેઇએ જેથી તેનો લાભ મળી શકે.HS