યોગી ૫ કામ ગણીને બતાવે, તેમની પાસે હિંદુ-મુસ્લિમ સિવાય કોઈ મુદ્દો નથીઃ હાર્દિક
લખનૌ, ઉત્તર પ્રદેશની ચૂંટણીને લઇને યુપીમાં પ્રચાર કરી રહેલા ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ ભાજપને લઇને આક્રમક મૂડમાં જાેવા મળ્યા હતા. હાર્દિક પટેલે ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં અલગ-અલગ મુદ્દાઓને લઇને મીડિયા સાથે વાતચીત કરી હતી.
હાર્દિક પટેલે એક ઈન્ટરવ્યુંમાં જણાવ્યું હતું કે, સૌથી મોટી અને સારી વાત એ છે કે, આટલા વર્ષો પછી અહિયાં ૪૦૩ સીટ પર ચૂંટણી લડીએ છીએ. ચાર વર્ષમાં અમે જે રીતે કોંગ્રેસે વિપક્ષની ભૂમિકામાં મજબૂતીથી કામ કર્યું તે ભૂમિકાને લઇને જનતાનો પ્રેમ પણ અમારી સાથે છે.
ખેડૂતોનો મુદ્દો હોય, મહિલા સુરક્ષાનો મુદ્દો હોય કે યુવાનોનો મુદ્દો હોય. આ ત્રણ મુદ્દાઓ પર પ્રિયંકાજીના નેતૃત્વ હેઠળ લડાઈ લડવામાં આવી છે.
લડકી હું લડ શકતી હું અભિયાનની પોસ્ટર ગર્લે પાર્ટી છોડવા બાબતે હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, પ્રિયંકાજીએ આ નારો આવ્યો છે ત્યારે બે પ્રકારની વસ્તુઓ સામે આવી છે. શું અમે ખાલી નારો આપ્યો છે કે પછી આ નારાની અમે અમલવારી કરીશું. અમે તેની અમલવારી કરી છે. અમારી પાસે જેટલી ટિકિટ વધી હતી અને જે પ્રમાણે કહ્યું હતું કે તે પ્રમાણે અમે મહિલાઓને ટિકિટ આપી છે.
તમે વિચારી શકો છો કે અમે જેટલી પણ મહિલાઓને ટિકિટ આપી છે તે કોઈ નેતાની પત્ની કે દીકરી નથી. અમે જેટલી પણ મહિલાઓને ટિકિટ આપી છે તે આ સરકારથી પ્રતાડિત હતી.
લડકી હું લડ શકતી હું અભિયાનને લઇને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કરેલી ટીપ્પણી બાબતે હાર્દિક પટેલે કહ્યું કે, કેન્દ્રનું ભાજપનું નેતૃત્વ અને ભાજપ પાર્ટી ખાલી વાદ-વિવાદ કરવામાં માહિર છે. પહેલા એ લોકોએ ઉત્તર પ્રદેશમાં ધર્મના લોકોને અલગ કર્યા, ત્યારબાદ જાતીના આધારે લોકોને અલગ કર્યા અને હવે તેમને લાગ્યું કે, કોંગ્રેસ પાર્ટી ઉત્તર પ્રદેશમાં નવા સશક્તિકરણની સાથે અને જ્યારે મહિલાઓ આફત આવી ત્યારે અમે કોંગ્રેસ પાર્ટીએ કહ્યું કે અમે મહિલાઓની સાથે ઉભા છે. ત્યારે હવે શું ભાજપ પુરુષ અને સ્ત્રીઓમાં પણ ભેદભાવ કરવા માગે છે.
ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસને લઇને હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, સારો સમય છે એટલે તો અમે બોલી રહ્યા છીએ. આર.પી.એન.સિંહ જ્યારે પહેલી વાર ચૂંટણી જીત્યા હતા ત્યારે તેમને કેન્દ્રીયમંત્રી બનાવવામાં આવ્યા હતા અને હવે જ્યારે પાર્ટી દેશ લેવલ પર સંઘર્ષ કરી રહી છે ત્યારે તમે પાર્ટીને છોડીને જઈ રહ્યા છો.
આ હકીકત છે બે વસ્તુની કોંગ્રેસ પાર્ટી જયારે-જ્યારે દેશ હિતમાં લડાઈ લઇ છે ત્યારે તેને તોડવાનું કામ થયું છે. અંગ્રેજાેના સમયમાં કોંગ્રેસ અંગ્રેજાેની સામે લડતી હતી ત્યારે ઇજીજી જેવા લોકો અંગ્રેજાેના ખોળામાં બેઠા હતા. આજે પણ આ દેશને બચાવવા માટે કોંગ્રેસ લડાઈ લડે છે ત્યારે ભાજપ દ્વારા અમારા નેતાઓને ખરીદવામાં આવે છે.HS