યોશિહિડે જાપાનના નવા વડાપ્રધાન બન્યાઃ અનેક પડકારોનો સામનો કરવો પડશે
ટોકયો, યોશિહિડે સુગા જાપાનના નવા વડાપ્રધાન ચુંટાઇ આવ્યા છે ગત આઠ વર્ષમાં આ પદ પર કાબેલ થનાર પહેલા નેતા છે.તેમની પહેલા શિંજાે આબેએ વડાપ્રધાન તરીકે જાપાનને પોતાની સેવા આપી છે આબેના આરોગ્યના કારણે તેઓએ વડાપ્રધાન પદેથી રાજીનામુ આપી દીધુ હતું ત્યારબાદ સુગાને નવા વડાપ્રધાન ચુંટવામાં આવ્યા છે. સુગા માટે વડાપ્રધાન પદ પર કાબેલ થવાનો માર્ગ સોમવારે જ સ્પષ્ટ થઇ ગયો હતો જયારે તેમને જાપાનની લિબરલ ડેમોક્રેટિક પાર્ટી એલડીપીના નેતા ચુંટવામાં આવ્યા હતાં તેમણે ખુબ જ સરળતાથી આંતરિક મતમાં જીત હાંસલ કરી સુગાને ૫૩૪માં ૩૭૭ મત હાંસલ કર્યા આ રીતે તેમણે પોતાના બે હરીફ પૂર્વ રક્ષા મંત્રી શિગેરૂ ઇશિબા અને પૂર્વ વિદેશ મંત્રી ફુમિયો કિશિદાની વિરૂધ્ધ જીત હાંસલ કરી હતી.
એક શક્તિશાળી સરકારી સલાહકાર અને પ્રવકતા ૭૧ વર્ષીય સુગાને દેશમાં સ્થિરતા લાવવા અને આબેની નીતિઓને જારી રાખનારા નેતાના રૂપમાં જાેવામાં આવે છે તેમણે વિશેષ રૂપે કહ્યું છે કે તેમની ઉમેદવારી વડાપ્રધાન આબેના કાર્યક્રમોને જારી રાખવાની ઇચ્છાથી પ્રેરિત હતી. એક કિસાનના પુત્ર સુગાનું પાલન પોષણ જાપાનના ઉત્તરી અકિતા વિસ્તારમાં થયું સુગાને લઇ માનવામાં આવે છે કે તેમની સૌથી મોટી ચિંતા ગ્રામીણ ક્ષેત્રોમાં જનસંખ્યા હ્રાસનો મુદ્દો છે જેના પર તે વડાપ્રધાનના સોગંદ લીધા બાદ કાર્ય કરી શકે છે વડાપ્રધાનના રૂપમાં તે ખુબજ મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરશે કારણ કે કોરોના વાયરસનો સામનો અને દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થાને યોગ્ય રીતે ઉભી કરવાનો એક મોટો પડકાર બની બહાર આવ્યા છે.
એ યાદ રહે કે ૬૫ વર્ષના શિંજાે આંબે લાંબા સમયથી પેટની બીમારીથી ઝઝુમી રહ્યાં છે તે ઓગષ્ટ મહીનામાં બે વાર હોસ્પિટલ જઇ ચુકયા છે ત્યારબાદ જ જાપાની મીડિયામાં તેમના આરોગ્યને લઇને ચર્ચા ચાલી રહી હતી. તેઓ ઇચ્છતા ન હતાં કે તેમના આરોગ્યને કારણે સરકારના કામકાજ પર કોઇ અસર પડે આજ કારણે તેમણે ૨૮ ઓગષ્ટે પત્રકાર પરિષદ કરી તેમણે પદ છોડવાની જાહેરાત કરી હતી. ઓગષ્ટ મહીનામાં જ આબેએ વડાપ્રધાન તરીકે સાત વર્ષ છ મહીનાનો સમય પુરો કર્યો હતો.HS