Western Times News

Gujarati News

રંગીલામાં ઉર્મિલાએ જેકી શ્રોફનું ગંજી પહેર્યું હતું

મુંબઈ, ઉર્મિલા માર્તોંડકરે પોતાની ૧૯૯૫માં આવેલી સુપરહિટ ફિલ્મ રંગીલાનો એક કિસ્સો દર્શકો સાથે શેર કર્યો. વાત જાણે એમ છે કે મુબીન સૌદાગર, ચિત્રાશી રાવત, અને ગૌરવ દુબે દ્વારા રજુ કરાયેલા આ ફિલ્મના સ્પૂફ એક્ટ બાદ ઉર્મિલા માર્તોંડકરે પણ આ ફિલ્મના સેટ સંલગ્ન એક મજેદાર કિસ્સો યાદ કર્યો.

ફિલ્મના એક ખુબ જ લોકપ્રિય ગીત ‘તન્હા તન્હા યહા પે જીના’ ના અલગ અલગ સિકવેન્સ માટે તેણે જેકી શ્રોફનું ગંજી પહેર્યું હતું અને તેની પાછળનું કારણ જાણીને તો તમારા હોશ જ ઉડી જશે. ઉર્મિલાએ કહ્યું કે કોઈ નહતું જાણતું કે મે ફિલ્મ રંગીલાના તન્હા તન્હા ગીત માટે જેકી શ્રોફનું ગંજી પહેર્યું હતું અને સાચુ કહું તો તે ખુબ મજેદાર પણ હતું.

આ સિક્વેન્સને ખુબ જ અનોખી અને તાજગીભરી રીતે દર્શાવવાની હતી અને અમને એવું કહેવામાં આવ્યું હતું કે ખુબ સમજી વિચારી અને રિસર્ચ કર્યા બાદ જ વસ્તુ અમલમાં મૂકો.

ઉર્મિલાએ વધુમાં કહ્યું કે ‘અમે આ સિક્વેન્સમાં એકદમ નેચરલ રહેવા માંગતા હતા અને જ્યારે અમને અમારા પોષાક વિશે જણાવવામાં આવી રહ્યું હતું ત્યારે જેકી શ્રોફે મને પોતાનુ ગંજી પહેરવાનું કહ્યું. હું થોડી ખચકાતી હતી પરંતુ પછી આગળ વધી અને પછી તો બધુ મે ભગવાનના હાથમાં છોડી દીધુ. ખરેખર મને ખુબ જ પ્રેમ અને પ્રશંસા મળી. આ નુસ્ખો મારા માટે કામ કરી ગયો.’SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.