રંગ હજુ ઉતર્યો નથી, બિગ બીનો વિરાટ-અનુષ્કા પર જાેક

મુંબઈ: બોલિવૂડ એક્ટર અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ઘણાં એક્ટિવ રહે છે. સોશિયલ મીડિયા પર ઘણી વખત તેની પોસ્ટ દ્વારા લોકોને હસાવતા હોય છે. હાલમાં તેમણે ફરી એક એવી પોસ્ટ સેર કરી છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. હાલમાં જ તેમણે ફરી એવી પોસ્ટ કરી છે જેમાં તેમણે ટીમ ઇન્ડિયાનાં કેપ્ટન વિરાટ કોહલી અને તેની પત્ની એક્ટ્રેસ અનુષ્કા શર્મા પર જાેક માર્યો છે. અમિતાભ બચ્ચનએ તેમની એક કલરફૂલ તસવીર શેર કરી છે.
આ તસવીરમાં તેમનાં કપડાં પર રંગ લાગ્યો છે. રંગ બે રંગી કપડાની સાથે તેમણે મજેદાર કેપ્શન લખી છે. તેમણે લખ્યું છે કે,’રંગ હજુ ઉતર્યો નથી અને તહેવારનાં જાેક્સ બંધ નથી થઇ રહ્યાં. અમિતાભ બચ્ચને એક એવાં વર્ડ પ્લે રમ્યો છે જે મરાઠીમાં બોલનારા તમામ લોકો સમજી જશે. મરાઠી ભાષામાં ખોલીનો અર્થ ઘર થાય છે.
એવામાં અમિતાભે મજાકીયા અંદાજ ફેન્સ પંસદ આવી રહ્યો છે. હજુ સુધી અમિતાભ બચ્ચનની આ પોસ્ટ પર વિરાટ કે અનુષ્કા તરફથી કોઇ રિએક્શન આવ્યું નથી. પણ અન્ય બોલિવૂડ સેલિબ્રિટીઝનાં રિએક્શન જરૂર આવી રહ્યાં છે. કોરોના વેક્સિનની વાત કરીએ તો, અમિતાભ બચ્ચન અને તેમનાં પરિવારને કોરોનાની વેક્સિનનો પહેલો ડોઝ લાગી ગયો છે. ઘરમાં ફક્ત અભિષેક બચ્ચનને કોરોનાની વેક્સિન લાગવાની બાકી છે. અને તમામની તબિયત બિલકુલ સારી છે. તેમને વેક્સિન લગાવ્યા બાદ કોઇ જ તક્લીફ થઇ ન હતી.