રંજન ગોગોઇને આસામમાં ઝેડ પ્લસ સુરક્ષા પુરી પડાશે
ગુવાહાટી, સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ રંજન ગોગોઇને આસામમાં જેડ પ્લસની સુરક્ષા આપવામાં આવનાર છે. ૧૭મી નવેમ્બરના દિવસે નિવૃત થયા બાદ ગોગોઇ આસામમાં રહેનાર છે. ગયા સપ્તાહમાં અયોધ્યા મામલામાં ચુકાદો આપવામા આવ્યો હતો. ચુકાદો આપતા પહેલા રંજન ગોગોઇ અને અન્ય ચાર જજની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો હતો. આસામ પોલીસને ગોગોઇના ડિબ્રુગઢ સ્થિત આવાસ અને ગુવાહાટીમાં તેમના બીજા આવાસ પર સુરક્ષા વ્યવસ્થા મજબુત કરી દેવામા ંઆવી છે. આસામ પોલીસના વરિષ્ઠ અધિકારીઓએ નામ જાહેર નહી કરવાની શરતે કહ્યુ છે કેન્દ્રિય ગૃહ મંત્રાલય દ્વારા તમામ બાબતોની નોંધ લેવામાં આવી છે. કેન્દ્રિય ગૃહ મંત્રાલય તરફથી એવા આદેશ મળ્યા છે કે ગોગોઇની સુરક્ષા વધારીને ઝેડ પ્લસ કરવા માટે કહેવામાં આવ્યુ છે.
ઝેડ પ્લસને સર્વોચ્ચ સુરક્ષા છત્ર તરીકે ગણવામાં આવે છે. અમે સુરક્ષા માટે જરૂરી વ્યવસ્થા કરી રહ્યા છીએ. ગોગોઇ નિવૃત થઇ ગયા બાદ ગુવાહાટીમાં રહેનાર છે. કેન્દ્રિય ગૃહ મંત્રાલયના અધિકારીઓઓનુ કહેવુ છે કે મંત્રાલય કોઇ વ્યક્તિગતની સુરક્ષા પર ટિપ્પણી કરવા માટે ઇચ્છુક નથી જા કે સુત્રોએ કહ્યુ છે કે ગોગોઇ અને અન્ય ચાર જજની સુરક્ષા ખતરાની શંકાને ધ્યાનમાં લઇને આ નિર્ણય કરવામાં આવ્યો છે. ગોગોઇને સર્વોચ્ચ સુરક્ષા આપવામાં આવી રહી છે. ગુવાહાટી સ્થિત ગોગોઇના જુના આવાસને રેનોવેટ કરવાની કામગીરી ચાલી રહી છે. કેન્દ્રિય ગૃહ મંત્રાલયનુ કહેવુ છે કે તમામ બાબતોને યોગ્ય કરી લેવામાં આવશે. તમામ લોકો જાણે છે કે નવમી નવેમ્બરના દિવસે રંજન ગોગોઇ અને ચાર જજો દ્વારા અયોધ્યા મામલે ચુકાદો આપવામાં આવ્યો હતો. અયોધ્યા મામલે ચુકાદો ખુબ ઐતિહાસિક રહ્યો છે.
નવમી નવેમ્બરના દિવસે અયોધ્યા મામલામાં ચુકાદો આવ્યા બાદથી સુરક્ષા પાસાઓને લઈને ચર્ચા થઈ રહી છે. રંજન ગોગોઈ સત્તાવાર રીતે આવતીકાલ નિવૃત થઈ રહ્યા છે. જોકે, રંજન ગોગોઈએ ગઈકાલે શુક્રવારના દિવસે છેલ્લા દિવસે કામમાં હાજરી આપી હતી અને છેલ્લા દિવસે પણ કેટલીક મહત્વપૂર્ણ ટકોર કરી હતી. જેના ભાગરૂપે રંજન ગોગોઈએ તમામને જરૂરી સૂચન પણ કર્યા હતા. શિવકુમાર મામલાની સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલને ફટકાર લગાવી હતી. આવતીકાલે નિવૃત થવા જઈ રહેલા સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ શુક્રવારના કામના અંતિમ દિવસે દસ મામલાઓમાં નોટીસ જારી કરી હતી. હવે નવા અધ્યક્ષ તરીકે એસએ બોબડે જવાબદારી સંભાળવા જઈ રહ્યા છે. ગોગોઈએ જજાને પોતાની સ્વતંત્રતા જાળવી રાખવા માટે મોન રહેવા માટેનું સુચન કર્યું હતું. ગોગોઈની સિદ્ધિને હમેશા યાદ રાખવામાં આવશે.