રંજીત હત્યા કેસમાં રામ રહીમ સહિત ૫ આરોપીઆ ગુનેગાર જાહેર
નવીદિલ્હી, રંજીત હત્યા મામલામાં સીબીઆઈ કોર્ટે સુનારિયા જેલમાં બંધ રામ રહીમ સહિત ૫ આરોપીઓને ગુનેગાર ઠરાવ્યા છે. જાે કતે સજાનું એલાન હજું સુધી થયું નથી. મનાઈ રહ્યું છે કે સીબીઆઈની વિશેષ કોર્ટે ૧૨ ઓક્ટોબરે તમામ ગુનેગારોને સજા સંભળાવી છે. જાણકારી મુજબ મામલામાં રામ રહીમ, કૃષ્ણ લાલ, સબદિલ, અવતાર , જસબીરને ગુનેગાર ગણાવ્યા છે. જ્યારે કે એક અન્ય આરોપીને ઈંદરસૈનનું મોત થઈ ચૂક્યૂ છે.
રંજીત હત્યા મામલામાં શુક્રવારે આરોપી ડેરા મુખી ગુરમીત રામ રહિમ અને કૃષ્ણ કુમાર વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી રજુ થયા. ત્યારે આરોપી અવતાર, જસવીર અને સબદિલ પ્રત્યક્ષ રુપથી કોર્ટમાં રજૂ રહ્યા. કોર્ટે આ મામલામાં પહેલા ૨૬ ઓગસ્ટે ર્નિણય સંભળાવ્યો હતો. ૧૯ વર્ષ જૂના આ મામલામાં ગત ૧૨ ઓગસ્ટે અંતિમ સુનવણી થઈ હતી. સીબીઆઈ જજ ડો. સુશીલ કુમાર ગર્ગની કોર્ટમાં દોઢ મહિના બાદ આરોપીને ગુનેગાર ઠરાવ્યા છે.
રંજીત સિંહની ૨૦૦૨માં હત્યા થઈ હતી. મામલામાં સિરસા ડેરા પ્રમુખ રામ રહીમને આરોપી બનાવવામાં આવ્યા છે. કોર્ટમાં સતત અનેક વાર સુનવણી ટળી. રણજીત સિંહ ડેરા મેંમ મેનેજર હતા. સીબીઆઈએ આરોપીની વિરુદ્ધ ૨૦૦૩માં કેસ નોંધાયો હતો અને ૨૦૦૭માં કોર્ટને ચાર્જ ફ્રેમ કર્યા હતા. નોંધનીય છે કે ગુરમીત રામ રહીમને સાધ્વિયોના યૌન શોષણના મામલામાં પહેલા જ ૨૦ વર્ષની સજા થઈ ચૂકી છે અને પત્રકાર રામચંદ્ર છત્રપતિ હત્યાકાંડમાં તે ઉંમરકેદની સજા કાપી રહ્યો છે.HS