રકુલ પ્રિત સિંહે આયુષ્માન ખુરાના સાથે શૂટિંગ શરૂ કર્યું
મુંબઈ, એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહએ આયુષ્માન ખુરાના અને શેફાલી શાહની સાથે જંગલી પિક્ચરની નવી ફિલ્મ ‘ડોક્ટર જીનું શૂટિંગ શરૂ કરી દીધુ છે. રકુલ, આયુષ્માન અને શેફાલીની આ ફિલ્મની શૂટિંગ ઉત્તર પ્રદેશનાં પ્રયાગરાજમાં કરી રહ્યાં છે. ઉત્તર પ્રદેશમાં આ ફિલ્મનાં શૂટિંગ માટે બાયો બબલમાં થઇ રહી છે. એટલે આ સ્ટાર્સે ફિલ્મની યૂનિટ ઉપરાંત કોઇ મળી શકે નહીં. રકુલ પ્રીત આ ફિલ્મમાં એક મેડિકલ સ્ટૂડન્ટ અનુભૂતિ કશ્યપનાં રોલમાં છે. અને આ મજેદાર કેરેક્ટર અને પહેલી વખત પ્રયાગ રાજમાં શૂટિંગ પર રકુલે વાત કરી છે.
ફિલ્મ શૂટિંગનાં સમય અંગે વાત કરતાં રકુલે જણાવ્યું હતું કે, આ પહેલી વખત છે જ્યારે હું પ્રયાગરાજમાં કોઇ ફિલ્મનું શૂટિંગ કરી રહી છું. જ્યારે શૂટિંગની જગ્યા નક્કી થઇ તો હું વિચારતી હતી કે, આખે આ શહેરને જ કેમ શૂટિંગ માટે પસંદ કરવામાં આવ્યું છે, પણ જ્યારે હું અહીં પહોંચી તો મને સમજાવ્યુંકે, આ શહેર કેટલું અલગ છે. જે કોલેજ કેમ્પસમાં અમે શૂટિંગ કરી રહ્યાં છીએ તે યુનિવર્સિટી બિલ્ડિંગ અને આસપાસની જગ્યા બધુ જ ખુબજ સુંદર છે. સાથે જ અહીં જુના જમાનાનું કલ્ચર જાેવા મળે છે. શૂટિંગની શરૂઆત ઘણી થાકદાયક હતી.
પણ હવે અમે સેટ થઇ ગયા છીએ. બાયો બબલમાં શૂટિંગ કરવોન કારણે અમે શહેરમાં વધુ ફરી શકતાં નથી. અમારે શૂટિંગ દરમિયાન જરૂરી સાવધાનીઓ વર્તવી પડે છે.’ ફિલ્મ ડોક્ટર જી રકુલ પ્રીત હવે થોડા સમય માટે રજા લઇ શહેરમાં ફરવાનો પ્રોગ્રામ બનાવી રીહ છે .આયુષ્માન ખુરાનાની સાથે કામ કરવાં અંગે રકુલ પ્રીત સિંહનું કહેવું છે કે, ‘મને આયુષ્માન સાથે કામ કરવાની ખુબજ મજા આવી રીહ છે.
હું એક સરદારની છુ અને તે પંજાબી છે. અમે ખાવાનાં ખુબજ શોખીન છે. અને અમે અમારી જ હ્યૂમર એન્જાેય કરીએ છીએ. વચ્ચે વચ્ચે અમે કેટલાંક પંજાબી જાેક્સ પણ ક્રેક કરતા રહીએ છીએ. ડ્રગ્સ કેસમાં બોલિવૂડ કલાકારોની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. હવે ૪ વર્ષ જૂના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દ્વારા સાઉથનાં સ્ટાર્સ રકુલપ્રીત સિંહ, રાણા દગ્ગુબાતી અને ૧૦ કલાકારોને પૂછપરછ માટે બોલાવ્યા છે. મીડિયા અહેવાલો અનુસાર, રકુલ ૬ સપ્ટેમ્બરે ઈડી સમક્ષ હાજર થવાનો છે, જ્યારે રાણા દગ્ગુબાતીની ૮ સપ્ટેમ્બરે પૂછપરછ કરવામાં આવશે.SSS