રકુલ પ્રીત જેકી ભગનાની સાથે ખૂબ જલ્દી ફેરા ફરશે?
મુંબઈ, બોલિવુડ એક્ટ્રે રકુલ પ્રીત સિંહ તેની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ એન્જાેય કરી રહી છે. તેની પાસે જ્યાં એક તરફ કેટલાક રસપ્રદ પ્રોજેક્ટ છે તો બીજી તરફ તે પ્રોડ્યૂસર-એક્ટર જેકી ભગનાની સાથે હેપ્પી રિલેશનશિપમાં છે.
રકુલે ઓક્ટોબરમાં તે જેકી સાથે રિલેશનશિપમાં હોવાની વાતને જાહેર કરીને ફેન્સને સરપ્રાઈઝ આપી હતી. હાલમાં એક ઈન્ટરવ્યૂ દરમિયાન શું તે અને જેકી અન્ય સેલેબ્સની જેમ આ વર્ષે પરણી જવાનું પ્લાનિંગ કરી રહ્યા છે? તેવો સવાલ કરતાં એક્ટ્રેસે કહ્યું હતું કે ‘હાલ તેવો કોઈ પ્લાન નથી, જ્યારે પણ લગ્ન થશે, હું અન્ય બાબતોની જેમ ફેન્સ સાથે શેર કરીશ.
હાલ તો હું મારા કરિયર પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છું કારણ કે અત્યારે તે સૌથી વધારે મહત્વનું છે. રકુલ પ્રીત સિંહે તેવી પણ સ્પષ્ટતા કરી હતી કે, તેની પર્સનલ લાઈફ હેડલાઈનમાં છવાઈ જાય તે વાતથી તે પ્રભાવિત થતી નથી. તેણે કહ્યું હતું કે ‘મારે જે સાંભળવું હોય છે તે જ હું સાંભળુ છું.
હું બાબતોથી પ્રભાવિત ન થવાનું પસંદ કરું છું. જેકી ભગનાની સાથેના રિલેશન વિશે એટલા માટે જણાવ્યું કારણ કે મને લાગ્યું કે તે સુંદર બાબત છે અને મારે તે જણાવવું હતું. પ્રોફેશનલ વર્ક ફ્રંટની વાત કરીએ તો, રકુલ પ્રીત સિંહ પાસે ઘણી ફિલ્મો છે. તેણે કહ્યું હતું કે ‘હું મારી ડ્રીમ લાઈફ જીવી રહી છું તેના માટે કૃતજ્ઞ છું.
હું તેમ કહેવામાં શરમ અનુભવતી નથી કે મારા સપનાઓ મોટા છે અને મારા સપના ક્યારેય ખતમ નહીં થાય. હું સારા કામ માટે સ્વાર્થી છું. આ માત્ર શરૂઆત છે. હજી મારે ઘણું કામ કરવાનુ છે’, તેમ તેણે કહ્યું હતું. રકુલ પ્રીત સિંહના બર્થ ડે પર જેકી ભગનાનીએ સુંદર તસવીર શેર કરીને લખ્યું હતું ‘તારા વિના દિવસો, દિવસો જેવા નથી લાગતા.
તારા વિના સૌથી સ્વાદિષ્ટ ભોજન ખાવાની પણ મજા નથી આવતી. સૌથી સુંદર વ્યક્તિ જેનામાં મારી દુનિયા વસે છે તેને બર્થ ડેની શુભેચ્છા આપી રહ્યો છું. તું અને તારી સ્માઈલ જેટલા સુંદર છો તેટલો જ તારો દિવસ સારો રહે.
હેપી બર્થ ડે મારી રકુલપ્રીત. તો આ જ તસવીર શેર કરીને રકુલ પ્રીત સિંહે લખ્યું હતું ‘થેન્ક્યૂ મારા પ્રેમ. આ વર્ષે તું મને મળેલી સૌથી મોટી ગિફ્ટ છે. મારા જીવનમાં રંગ ભરવા માટે આભાર. મને સતત હસાવા બદલ આભાર. તારા તારા જેવા હોવા માટે આભાર. આપણે સાથે ઘણી યાદો બનાવીશું’.SSS