રક્ષાબંધનની ઉજવણી માટે રણધીર કપૂરના ઘરે એકઠો થયો કપૂર પરિવાર

રિધ્ધિમા સાહનીએ ફોટોગ્રાફ્સ શેર કર્યા
કપૂર પરિવારના આ ફોટોમાં કરીના કપૂર, રણધીર કપૂર અને તેમની બહેન રીમા જૈન જાેવા મળી રહ્યા છે
મુંબઈ, ૧૧ ઓગસ્ટે સમગ્ર દેશમાં પવિત્ર તહેવાર રક્ષાબંધનની ઉજવણી થઈ હતી. ત્યારે રક્ષાબંધનના તહેવાર નિમિત્તે ભાઈ-બહેન આ દિવસને સેલિબ્રેટ કરતા સુંદર ફોટોગ્રાફ્સ શેર કરી રહ્યા છે. બોલિવૂડ સેલેબ્સ પણ રક્ષાબંધનની ઉજવણી કરતા ફોટોગ્રાફ્સ શેર કરી રહ્યા છે. કપૂર પરિવારે પણ રક્ષાબંધનની ઉજવણી કરતા ફોટો શેર કર્યા છે.
જેમાં સમગ્ર કપૂર પરિવાર એકસાથે જાેવા મળી રહ્યો છે. રક્ષાબંધનના તહેવારની ઉજવણી માટે કપૂર પરિવાર મુંબઈમાં રણધીર કપૂરના ઘરે એકઠો થયો હતો. આ ઘરમાં રણધીર કપૂર અને બબીતાની દીકરી કરીના કપૂર સહિત કપૂર પરિવારના અન્ય સભ્યો પણ સામેલ થયા હતા. દિવંગત એક્ટર ઋષિ કપૂરની દીકરી રિધ્ધિમા સાહનીએ તેના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર રક્ષાબંધનની ઉજવણીના કેટલાંક ફોટોગ્રાફ્સ શેર કર્યા છે.
તેણે એક ગ્રુપ ફોટો શેર કર્યો છે કે જેમાં રણધીર કપૂર અને બબીતા સહિત પરિવારના અન્ય સભ્યો પણ જાેવા મળી રહ્યા છે. કપૂર પરિવારના આ ફોટોમાં કરીના કપૂર, રણધીર કપૂર અને તેમની બહેન રીમા જૈન જાેવા મળી રહ્યા છે. રીમા જૈનના દીકરા આદર જૈન અને અરમાન જૈન પણ આ ફોટોમાં એકસાથે જાેવા મળી રહ્યા છે.
અરમાનની પત્ની અનીસા મલ્હોત્રા જૈન આ ફોટોમાં કરીનાની પાછળ ઊભેલી જાેવા મળી રહી છે. દિવંગત એક્ટર શશિ કપૂરનો મોટો દીકરો કુણાલ કપૂર પણ બાળકો જહાન કપૂર અને શાયરા કપૂર સાથે જાેવા મળી રહ્યો છે. રિદ્ધિમાએ રક્ષાબંધનની ઉજવણી નિમિત્તે હાથમાં થાળી સાથેનો પોતાનો એક ફોટો પણ શેર કર્યો છે. જ્યાં તેની સાથે કઝિન ભાઈ અરમાન અને આદર જાેવા મળી રહ્યા છે. ત્યારે આદરે એક ફોટો શેર કર્યો છે કે જેમાં તેના હાથમાં ઘણી રાખડીઓ જાેવા મળી રહી છે. તેણે લખ્યું કે, મારી તમામ સુંદર બહેનોને રક્ષાબંધનની શુભેચ્છાઓ.ss1