રક્ષાબંધનને દિવસે વેક્સિનેશનની કામગીરી બંધ રહેશે
અમદાવાદ, ગુજરાતમાં ૨૨ ઓગસ્ટ રવિવારે રક્ષાબંધનનો તહેવાર છે. આ દિવસે બહેનો ભાઈઓને રાખડી બાંધે છે. આ પવિત્ર દિવસે આરોગ્ય વિભાગની સેંકડો મહિલા કર્મચારીઓ જેઓ વેક્સિનેશનની કામગીરી સાથે જાેડાયેલી છે
તેઓ પોતાના પરિવાર સાથે રક્ષાબંધનનો પર્વ ઉજવી શકે તે માટે રવિવારે વેક્સિનેશનની કામગીરી બંધ રાખવાનો નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ર્નિણય કર્યો છે.
રાજ્યમાં કુલ રસીકરણ ૪.૧૭કરોડ થયું છે. ૩.૧૫કરોડ લોકોએ પહેલો ડોઝ લીધો છે જ્યારે ૧.૦૨ કરોડ લોકોને બીજાે ડોઝ અપાઇ ગયો છે. ૧૮ વર્ષથી ઉપરના અંદાજે ૪.૯૩ કરોડ લોકોમાંથી ૮૦ ટકાનું રસીકરણ અત્યાર સુધી થયું છે. જેમાં ૬૫ ટકાને પહેલો ડોઝ, ૨૦%ને બન્ને ડોઝ અપાયા છે.
બીજી તરફ રાજ્યના ૧૩ જિલ્લામાં એક્ટિવ કેસ શૂન્ય થયા છે જ્યારે ૧૪ જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ૫થી નીચે છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત જિલ્લાઓમાં જ એક્ટિવ કેસની સંખ્યા ડબલ ડિઝિટમાં છે.
પ્રો. જુગલકિશોર, વાઈરોલોજિસ્ટના જણાવ્યા અનુસાર જાે સંક્રમણ વધશે તો પણ રસી મોટા પ્રમાણમાં લીધેલી હશે તો તેની અસર ઓછી જાેવા મળશે. દર્દીના મૃત્યુનું જાેખમ પણ ઘટી જાય છે. આવો અનુભવ બ્રિટનના થયેલો જાેવા મળે છે. ત્યાં રસી આપ્યા છતાં દર્દી વધ્યાં પણ મોતમાં ઘણો ઘટાડો થયો હતો.
લગભગ ૧૦૦૦ દર્દીએ માત્ર ૧ વ્યક્તિનું મોત નોંધાયું હતું. રસીકરણને કારણે જ આમ થવા પામ્યું છે. આથી મહત્તમ રીતે રસી અપાવવી જાેઈએ.
રાજ્યમાં અત્યાર સુધીમાં ૮ લાખ ૨૫ હજાર ૨૫૫ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક ૧૦ હજાર ૭૮ પર સ્થિર છે. તેમજ અત્યાર સુધીમાં ૮ લાખ ૧૪ હજાર ૯૯૪ દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ ૧૮૩ એક્ટિવ કેસ છે, જેમાંથી ૬ દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે ૧૭૭ દર્દીની હાલત સ્થિર છે.