રક્ષાબંધન પર લતા મંગેશકરે મોદીને મોકલ્યો ખાસ વીડિયો સંદેશ
રક્ષાબંધન પ્રસંગે દિગ્ગજ ગાયિકા અને ભારત રત્ન લતા મંગેશકરે પીએમ મોદીને તેમના ભાઈ કહેતા એક અદભૂત વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં લતા મંગેશકરે જણાવ્યું હતું કે, તે આ વર્ષે પીએમ મોદીને રાખી કેમ નથી મોકલી શક્યા. તેમણે પીએમ મોદી પાસેથી વચન માંગ્યું છે. પીએમ મોદીએ લતા મંગેશકરની આ પોસ્ટનો પણ જવાબ આપ્યો છે, જેમાં તેમણે લતાજીનાં લાંબા જીવન માટે પ્રાર્થના પણ કરી છે.
લતા મંગેશકરે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, ‘નમસ્કાર આદરણીય વડા પ્રધાન નરેન્દ્રભાઇ, તમારા માટે મારી આ રાખડી. વીડિયોમાં લતા મંગેશકરે કહ્યું, ‘નરેન્દ્રભાઇ, આજે હું રાખીનાં શુભ પ્રસંગે તમને સલામ કરું છું. હું આજે રાખી મોકલી શકતી નથી અને તેનું કારણ આખી દુનિયા જાણે છે. નરેન્દ્રભાઇ ભાઈ, તમે આપણા દેશ માટે ઘણું કામ કર્યું છે અને એટલી જ સારી વાતો કહી છે કે દેશવાસીઓ ક્યારેય ભૂલી શકે નહીં.’ વીડિયોમાં લતા મંગેશકર વધુમાં કહે છે કે, આજે ભારતની લાખો કરોડો મહિલાઓ તમારી તરફ રાખડી માટે તેમનો હાથ આગળ કર્યો છે. પરંતુ રાખડી બાંધવી મુશ્કેલ છે. પણ તમે સમજી શકો છો.
પરંતુ જો શક્ય હોય તો, રાખડીનાં દિવસે અમને વચન આપો કે તમે ભારતને વધુ ઉંચાઇએ લઈ જશો… નમસ્કાર. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ લતાજીનાં આ વીડિયો સંદેશને ટ્વીટ કરીને જવાબ આપ્યો છે. પીએમ મોદીએ ટવીટ કરીને લખ્યું છે કે, રક્ષાબંધનનાં આ શુભ પ્રસંગે તમારો આત્મીય સંદેશ લતા દીદી અપાર પ્રેરણા અને શક્તિ આપશે. કરોડો માતાઓ અને બહેનોનાં આશીર્વાદથી, આપણો દેશ નવી ઉંચાઈને સ્પર્શે અને નવી સફળતા પ્રાપ્ત કરશે. તમે સ્વસ્થ બનો અને લાંબા સમય સુધી જીવો, ભગવાનને આ મારી પ્રાર્થના છે. આપને જણાવી દઇએ કે, ગયા વર્ષે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રેડિયો શો ‘મન કી બાત’માં કહ્યું હતું કે, તેમણે લતા મંગેશકરને ફોન કર્યો હતો અને અમેરિકા જતા પહેલા તેમના જન્મદિવસની અગાઉથી અભિનંદન પાઠવ્યા હતા. પીએમ મોદીએ તેમના રેડિયો કાર્યક્રમમાં ફોન કોલ પણ સાંભળ્યો હતો, જેમા તેઓ લતા મંગેશકર સાથે વાત કરી રહ્યા હતા.