રક્ષાબંધન પર વિઆનને ભેટી પડી શિલ્પાની દીકરી સમિષા

કાલી ઘેલી ભાષામાં કહ્યું તે મારો ભાઈ છે
વિઆન કોનો ભાઈ છે? તેવો સવાલ મમ્મી શિલ્પા શેટ્ટીએ પૂછતાં જ સમિષાએ કહ્યું ‘મારો મોટો ભાઈ છે
મુંબઈ, ગુરુવારે (૧૧ ઓગસ્ટ) આખા દેશમાં ભાઈ-બહેનના પવિત્ર પ્રેમ અને સ્નેહના પ્રતીક સમા પર્વ રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. દરેક બહેને ભાઈના કાંડા પર રાખડી બાંધી હતી અને તેના સુખી જીવનની કામના કરી હતી, તો ભાઈએ પણ આજીવન તેની સુરક્ષા કરવાનું વચન આપ્યું હતું.
એક્ટિંગ ઈન્ડસ્ટ્રીના સેલેબ્સે પણ તેમના ભાઈ-બહેન સાથે તેની ઉજવણી કરી હતી. એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીને ભાઈ નથી પરંતુ તેના બંને બાળકો- દીકરા વિઆન અને દીકરી સમિષાએ જરૂરથી રક્ષાબંધન મનાવી હતી. ભાઈ-બહેનની આ ક્યૂટ જાેડીએ પિંક શ્ વ્હાઈટ આઉટફિટમાં ટિ્વનિંગ પણ કર્યું હતું.
View this post on Instagram
સેલિબ્રેશનની ઝલક એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર શેર કરી છે. શિલ્પા શેટ્ટીએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલા વીડિયોમાં જાેઈ શકાય છે કે, ઘોડાના એક સ્ટેચ્યૂ પાસે વિઆન ટાઈ એન્ડ ડાઈ પ્રિન્ટનો કૂર્તો અને વ્હાઈટ પાયજામો પહેર્યો છે, તેની સાથે ટિ્વનિંગ કરતાં સમિષાએ ક્રોપ ટોપ અને પ્લાઝો પહેર્યો છે. ક્લિપની શરૂઆતમાં સમિષા ભાઈને જઈને ભેટી પડે છે, ત્યારબાદ તે ખૂબ સુંદર રીતે કહે છે ‘હેપ્પી રક્ષાબંધન’. વીડિયો રેકોર્ડ કરી રહેલી મમ્મી શિલ્પા સમિષાને પૂછે છે ‘કોનો ભાઈ છે તે?’ જવાબમાં સમિષા કહે છે ‘મારો ભાઈ’, શિલ્પા કહે છે ‘તે તારો મોટો ભાઈ છે?’
તો સમિષા જવાબમાં ‘હા’ કહે છે. ત્યારબાદ તે તેના પાલતું શ્વાનને રમાડવા લાગે છે, તે પાછળ વિઆન પણ તેની મસ્તીમાં દેખાય છે. આ સાથે લખ્યું છે ‘આપણા ભાઈ-બહેન આપણા બાળપણની ક્ષણોને સાથે રાખે છે. તમારા ખુશીના દિવસોને ફરીથી જીવવામાં મદદ કરે તેવું કોઈ સાથે હોય તે સુંદર વાત છે. મને ખુશી છે કે વિઆન રાજ અને સમિષા જીવનભર એકબીજા સાથે છે. રક્ષાબંધનની ઉજવણી કરી રહેલા તમામને શુભકામના’.ss1